હાર્દિકે સુરેન્દ્રનગરમાં કહ્યું, ‘મારો જ સમાજ મને ખોટો, ખરાબ, એજન્ટ કહે છે’

છેલ્લા ઘણા સમયથી હાર્દિક કઈ પાર્ટીમાં જોડાશે અથવા તેનું સ્ટેન્ડ નક્કી કરશે કે નહીં તે મામલે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઘણા સમયથી કેટલાક પાટીદારો સમુદાયો દ્વારા હાર્દિક પટેલ પર આરોપ પણ મૂકાઈ રહ્યા છે, એવામાં સુરેન્દ્રનગર ખાતે સભાને સંબોધી હાર્દિકે કેટલીક સ્પષ્ટતા કરી હતી.

સુરેન્દ્રનગરમાં અભિનંદન સર્કલ ખાતે પાટીદાર અધિકાર સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ સાથે માનવ મહેરામણ ઉમટયું હતું. આ સંમેલનમાં પાસના નેતાઓ તેમજ પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ હાજર રહી સભાને સંબોધી હતી.

  •  અલ્પેશ કોંગ્રેસમાં જોડાયો તો ઠાકોર સમાજે કંઈ ના કહ્યું
    જીગ્નેશ કોંગ્રેસને મળ્યો તો કોઈએ કંઈ ના કહ્યું
    હું લોકલ નેતાને મળ્યો તો મારો સમાજ મને ખોટો,ખરાબ અને એજન્ટ કહે છે

હાર્દિક પટેલે ગુજરાત સરકાર અને ભાજપના ભષ્ટ્રાચાર પર પ્રહારો કર્યા હતાં. સુરેન્દ્રનગરમાં રોડ, રસ્તાની વાત સાથે અનામત આંદોલનના મુદ્દાઓ રજૂ કર્યા હતાં. અનામત આંદોલનની લડાઇ પાટીદાર સમાજ માટે કેટલી જરૂરી છે તે અંગે જણાવ્યું હતું.

આ સંમેલનમાં હાર્દિકે જણાવ્યું હતું કે, ‘હું આપણા સમાજ માટે લડી રહ્યો છું, પરંતુ તમે ધ્યાનથી સાંભળજો. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયો તો તેના સમાજે કંઈ ના કહ્યું. જીગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતાઓને મળવા ગયો તો કોઈએ કંઈ ના કહ્યું, પરંતુ હું અહીંના લોકલ નેતાઓને મળ્યો તો પણ આપણા જ સમાજના લોકો મારા વિશે કહે છે કે, હાર્દિક ખોટો, હાર્દિક ખરાબ, હાર્દિક એજન્ટ.

You might also like