યોગી આદિત્યનાથ બળાત્કારીને સાથે રાખી પીડિતાનાં પિતાને ઉતારે છે મોતને ઘાટઃ હાર્દિક

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ફક્ત એક દીકરી સાથે બરાબર ન્યાય નથી કરી શકતાં. દીકરી એક વર્ષથી સતત મદદ માંગી રહી હતી અને બાદમાં તે દીકરીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

દીકરી તો બચી ગઇ પરંતુ તેને ન્યાયનાં નામ પર પોતાનાં પિતાની લાશ મળી. તે દીકરીનાં પિતાને બિલકુલ ખરાબ રીતે મારવામાં આવ્યાં છે. આરોપી ધારાસભ્યનાં ગુંડાઓએ ખૂબ જ ખરાબ રીતે માર્યાં.

લાચાર પિતાનું મોત એ યૂપી પોલીસની ધરપકડમાં જ થઇ ગયું. પિતાનાં મોત બાદ પણ ન્યાય મળ્યો હોવાનું નથી દેખાઇ રહ્યું. દુનિયાભરમાં લોકો નિર્ભયાની જેમ આ લાચાર પીડિતાને માટે એક સાચા ન્યાયની માંગ કરી રહ્યાં છે પરંતુ યોગી સરકારની તમામ કોશિશો પાણીમાં જતી રહે છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી યોગીને અહંકારી સાબિત કરી દીધેલ છે. હાર્દિકે કહ્યું કે,”અહંકારી યોગી આદિત્યનાથને CM બનાવ્યા બાદ મોદીજી અને અમિત શાહ એકબીજાંને ધિક્કારી રહ્યાં છે.

ગોરખપુર અને ફૂલપુર ચૂંટણીની હાર બાદ યોગી આદિત્યનાથ પાર્ટીનાં નેતા ગુસ્સો કરી રહ્યાં છે અને થોડુંક પાગલપણ પણ બતાવી રહ્યાં છે તેમજ બળાત્કારીને સાથે રાખે છે અને પીડિતાનાં પિતાને મરાવી નાખે છે.

દીકરીની ઇજ્જત હવે માત્ર સૂત્રોચ્ચારમાં જ જાગ્રત છે અને આ બધું જોઇને “ભારતમાતા” પણ શરમાળ છે. જેથી અમારે નથી જોઇતા આવા અચ્છે દિન લોટાવી દો ઉનકે બૂરે દીન.

કૌભાંડીની સરકાર કે જે અમારે નથી જોઇતી. ભાજપથી હવે દીકરી અને બાપ બંનેને બચાઓ. ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશનાં ઉન્નાવમાં એક નાની વયસ્ક ધરાવનાર છોકરી સાથે ગેંગરેપ થયો છે અને આનો આરોપ છે કે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર. ઘટનાને લગભગ એક વર્ષ થઇ ચૂક્યાં છે પરંતુ હજી સુધી બીજેપી ધારાસભ્યની ધરપકડ નથી થઇ.

You might also like