હાર્દિકનો હુકાર હું માત્ર પાટીદારનો ચહેરો, પુણામાં હાર્દિકનું શક્તિ પ્રદર્શન

પૂણાઃ  રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને હાઇકોર્ટે છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતાં. જે 6 મહિના પૂર્ણ થતા હાર્દિક પટેલને અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાનું હતું. જેમાં સોમવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ તે હાજર થયો હતો. જ્યારે આજે તે સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવા સુરત ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવી હાર્દિકે કહ્યું હતું કે, હું કોઈ પાર્ટીમાં જોડાયો નથી. માત્ર ઠાકરેના આશીર્વાદ લેવા માટે ગયો હતો. હું શિવસેના નહીં પરંતુ પાટીદારોનો ચહેરો છું. ત્યાંથી હાર્દિક પોતાના સમર્થકો સાથે પૂણે ગયો છે.

પુણે પોલીસ સ્ટેશનની બહાર પાટીદાર સમર્થકો સાથે શક્તિપ્રદર્શન કર્યું હતું. હાર્દિકે કોઇ પણ પ્રકારની પરવાનગી વિના આ શક્તિપ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત આવેલા હાર્દિકે વિજય માંગુકીયા પર થયેલા હુમલાને લઈને કાર્યવાહી ન થાય તો પુણા પોલીસ સ્ટેશન ઘેરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે હાર્દિક ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવી પુણા પોલીસ સ્ટેશનનો ધેરાવ કરવા માટે ગયો હતો.

જો કે ગત રાત્રીથી પુણા પોલીસ મથકે શહેર પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ, PCB, SOG સહિત સમગ્ર શહેરના પોલીસ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. બુધવારે રાત્રે જ પોલીસે ગુરુવારે પાટીદારો દ્વારા પોલીસ મથકનો ઘેરાવો થાય તો કઈ રીતે સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં રાખવી તેની યોજના બનાવી દીધી છે. સાથે જ ટ્રાફિકની સમસ્યા ન ઉદ્દભવે તેની પણ વ્યવસ્થા હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like