નરેશ પટેલની બેઠક બાદ હાર્દિક સારવાર માટે રાજી, લઇ જવાયો સોલા સિવિલ

અમદાવાદઃ ઉપવાસ છાવણીમાં જય સરદારના નારા લાગ્યા હાર્દિકને સોલા સિવિલ માટે એમ્બ્યુલન્સમાં લઇ જવાયો છે. ઉપવાસ છાવણીથી સારવાર માટે સોલા સિવિલ હાર્દિકને લઇ જવાયેલ છે. એમ્બ્યુલન્સ હાર્દિકને લઇને હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ છે. ત્યારે હાર્દિકને સોલા સિવિલમાં છઠ્ઠા માળે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ આજે હાર્દિક પટેલને મળ્યાં હતાં. નરેશ પટેલે ગ્રીનવુડ રીસોર્ટ ખાતે હાર્દિક સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલે કહ્યું હતું કે, હું માતાજીને પ્રાર્થના કરૂ છું કે હાર્દિક પારણાં કરે. સૂત્રોચ્ચાર સાથે નરેશ પટેલનું ત્યાં સ્વાગત કરાયું.

ખેડૂતોનાં દેવાં માફી અને પાટીદારોને અનામત આપવાના મુદ્દે ઉપવાસ પર ઊતરેલા પાસનાં કન્વીનર હાર્દિક પટેલને પારણાં કરાવવાનાં પ્રયાસો આજથી તેજ બન્યાં છે. ગઇ કાલે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી બનવા માટે કાગવડ સ્થિત ખોડલધામના ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલે તૈયારી દર્શાવી હતી. ઉપવાસનાં ૧૪માં દિવસે હાર્દિક પટેલની તબિયત પણ વધુ લથડતાં હાર્દિકને સમજાવીને આજે જ પારણાં કરાવવા માટેનાં પ્રયાસો શરૂ થયાં છે.

You might also like