રાજકોટમાં PAAS દ્વારા મહાક્રાંતિ સભાની મંજૂરીને લઇને સસ્પેન્સ યથાવત્, 29મીએ હાર્દિકની સભાનું આયોજન

રાજકોટમાં પાસ દ્વારા આયોજીત મહાક્રાંતિ સભાની મંજૂરીને લઇને સસ્પેન્સ હજી પણ યથાવત્ છે. બુધવારે યોજાનારી આ સભાને મંજૂરી ન મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ આજે આ જ મેદાનમાં ભાજપની સભા છે. ભાજની સભાને લઇને સત્તાવાળાઓ મંજૂરી આપી છે.

ભાજપની સભાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આચાર સંહિતા લાગુ થઇ ગઇ હોવાથી સભાની મંજૂરી ન મળે તેવી શક્યતા છે. જો કે પાસ તરફથી રાજકોટમાં ચોતરફ 50થી વધારે જગ્યાએ મોટા હોર્ડિંગ્સ લગાવામાં આવ્યા છે. પાસના કન્વીરના કહેવા પ્રમાણે 3 લાખથી વધુ લોકો એકઠા થશે. જો કે રેલીને મંજૂરીને લઇને સસ્પેન્સ યથાવત છે.

You might also like