હાર્દિકનાં સરકાર પર પ્રહાર,”સરકાર લોકશાહી નહીં ઠોકશાહીમાં માને છે”

PAAS કન્વીનર હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિસનગર MLA ઓફિસ તોડફોડ કાંડનાં ચુકાદા બાદ હાર્દિકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નિવેદન આપતાં કહ્યું કે, આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટનાં ચુકાદાનો અમે સ્વીકાર કર્યો અને જામીન પણ મેળવ્યાં. આજનાં ચુકાદાથી એવું લાગે છે કે લોકશાહીની હત્યા થઇ રહી છે.

મારા પર મહેસાણામાં પ્રવેશની મનાઇ ફરમાવામાં આવી છે. અમે વિસનગરથી નિકળી ગયા બાદ ત્યાં તોડફોડ થઇ હતી. મારા આમરણાંત ઉપવાસ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલને જેલમાં મોકલવાનો ડર આપવાની કંઇ જરૂર નથી. કોઇ ડરથી અમે ઘરે બેસી જઇએ તેવાં નથી.

સેસન્સ કોર્ટનાં ચુકાદા સામે અમે હાઇકોર્ટમાં જઇશું. મને ચૂંટણી લડવા રોકવાનાં સપના ભાજપ જોઇ રહી છે. અમે 25 ઓગસ્ટે ઉપવાસ પર બેસવા માટે મંજૂરી માંગી છે. હું હવે 25 વર્ષનો થઇ ગયો છું. 25 વર્ષનાં યુવાનથી સરકારને શેનો ડર છે. અનામત અને ખેડૂતોનાં દેવા માફ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેસવાનાં છીએ.

ગુજરાતમાં ભાજપ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. નેતાઓ પર થયેલાં કેસોની તપાસ મંદ ગતિએ થાય છે. હું ન્યાયતંત્ર અને લોકશાહીને માનું છું. સરકાર લોકશાહીમાં નહીં ઠોકશાહીમાં માને છે. આજે અનેક સમાજ અનામત માટે માંગ કરી રહ્યાં છે.

અનામત મુદ્દે રાષ્ટ્રીય સ્તર પર ચર્ચા થવી જોઇએ. અમે અનામત માંગીએ છીએ ભીખ નથી માંગતાં. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમસ્યાઓ થઇ રહી છે. હવે તો હું ચૂંટણી નહીં લડી શકું. અમે સત્તા માટેની લડાઈ નથી લડી રહ્યાં.

You might also like