ગાંધી અને સરદારનાં ગુજરાતમાં તાનાશાહી શાસન, પોલીસનું કાયદા વિરૂદ્ધનું કામઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ આજનાં બુધવારનાં દિવસે સતત 19 દિવસનાં ઉપવાસનાં પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે,”હું 3 માંગણીઓ સાથે નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો હતો. અલ્પેશને 3 વર્ષ બાદ ખોટા કેસમાં જેલમાં મોકલાયો. સમાજની મુખ્ય સંસ્થાઓએ વિનંતી કરી હતી. સમાજનાં આગેવાનોની પારણા કરવાની સતત માંગ હતી. જેને લઇ આજે મેં સમાજનાં કહેવા મુજબ પારણાં કર્યાં છે.

આજે મેં મારા ઉપવાસ તોડ્યાં છે. શરમ મને નહીં, સરકારને આવવી જોઈએ. ખેડૂતોનાં માથે દેવું છે તેની ચિંતા સરકારને નથી. જીવીશું તો જીતીશું એ મુદ્દે મેં ઉપવાસ તોડ્યાં છે. ભાજપને ખેડૂતોનાં દેવા માફીની ચિંતા નથી. ખાતરમાં વધારો છતાં સરકાર ચિંતિત નથી. સરકાર લોકોનાં પ્રશ્નોને લઈને ગંભીર જ નથી. પોલીસે કાયદા અને મર્યાદાની વિરૂદ્ધ જઈને કામ કર્યું છે. લોકોએ સરકારની સદબુદ્ધી માટે રામધૂન બોલાવી.

આ લડાઈ લક્ઝુરીયસ કારવાળાઓ માટે નહીં ટ્રેક્ટરવાળાઓ માટે હતી. ખેડૂતોનાં મુદ્દાઓથી ભટકાવવાનું કામ સરકારે કર્યું. અંગ્રેજો જેવું શાસન જોવું હોય તો ગુજરાતમાં આવો. અમે લોકો હિંસાનાં માર્ગે નથી. ખેડૂતોનાં મુદ્દાઓ માટે હવે હું ગામડે ગામડે જઈશ. ખેડૂતોની મુશ્કેલીઓને હું સમજી શકું છું. આ લડાઈ લોકક્રાંતિનાં માર્ગે છે. લોકક્રાંતિનાં નારા સાથે ખેડૂતોનું આહ્વાન કરૂ છું.

આ અનામત કે ખેડૂતો માટેની લડાઈ નથી રહી. લોકશાહી બચાવવાની આ લડાઈ બની ગઈ છે. ગાંધી અને સરદારનું ગુજરાત તાનાશાહી શાસનવાળું રાજ્ય બન્યું. હવે ઘરે ઘરે લોકક્રાતિનાં નારાની જરૂર છે. સરકારે સાબિત કરી દીધું છે કે પાટીદાર સમાજની તેમને જરૂર નથી. ગુજરાતનાં ખેડૂતોએ હજુ જાગૃત થવાની જરૂર છે. આંદોલન હવે દેશવ્યાપી બનશે. પાટીદાર સમાજ વધુ મજબૂત બન્યો.

Dhruv Brahmbhatt

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

20 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

21 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

21 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

21 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

23 hours ago