હાર્દિકે FB પર લખ્યું, ‘હું કાયર નથી કે ઘરમાં બેસી રહું.’

PAASના કન્વીનર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. હાર્દિકે અનેક ટ્વિટ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જીતી ગયા પછી પણ હાર્દિકે ટ્વિટ કરવાનું છોડ્યું નથી અને તેઓ સક્રિય છે તેવું સતત કહી રહ્યા છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર અકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં હાર્દિક લખ્યું છે કે, હું કાયરોની જેમ ઘરમાં બેસીને નહિ રહું. ગુજરાતની જનતાને ગુલામીની સાંકળોમાં નહિં જોઈ શકું. જનતા મને બોલતા અટકાવશે તો પણ હું બોલીશ અને ગુજરાતની હિતોની વાત કરતો જ રહીશ.

આ ઉપરાંત હાર્દિકે લખ્યું છે કે, મને ખબર છે કે, મારી આ લડાઈમાં જનતા મને પસંદ નહીં કરે. પણ હું પસંદ હોઉં કે ના હોઉં, મારે શું લેવા દેવા. મારે તો ગર્વથી જનહિતની વાત કરવી છે.

હાર્દિકે શિક્ષણની વાત કરતાં આગળ કહ્યું છે કે, ‘આ મારા સંસ્કાર છે. આ મારું કર્તવ્ય છે. હું માત્ર ગુજરાતમાં સરસ્વતીનું શિક્ષણ, યુવાનોને રોજગાર અને ખેડૂતોના પાકના યોગ્ય ભાવ અને સારું સુશાસન ઈચ્છું છું અને એ જ મારી ઈચ્છા છે. ઈન્કલાબ. જિંદાબાદ.’

You might also like