હાર્દિકનાં સમર્થનમાં પાટણથી પાટીદારોની સદભાવના પદયાત્રા, અંતિમ સ્થાન ઊંઝા ઉમિયાધામ

હાર્દિકનાં સમર્થનમાં આજે પાટીદારોની સદભાવના પદયાત્રા યોજાઈ રહી છે. પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા છે. 31 કિલોમીટરની લાંબી પદયાત્રા પાટણનાં ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતાનાં મંદિર સુધી પદયાત્રા યોજાઈ રહી છે. કોંગ્રેસનાં 10 ધારાસભ્ય પદયાત્રામાં જોડાયાં છે. 10 હજારથી વધુ પાટીદારો પદયાત્રામાં જોડાયા હોવાનો દાવો છે.

મહત્વનું છે કે પદયાત્રાનું રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પદયાત્રાને લઇને IB અને પોલીસ તંત્ર પણ ભારે સતર્ક છે. આ પદયાત્રામાં 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત છે. આ પદયાત્રા સાંજે 5:30 વાગ્યે ઊંઝા પહોંચશે. ઊંઝા ઉમા ખોડલનાં ચરણોમાં પદયાત્રીઓવતી હૂંડી અર્પણ કરવામાં આવશે. જય સરદાર, જય પાટીદાર, જય જવાન, જય કિસાનનાં નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ રૂટમાં આવતા વીર પુરૂષોનાં સ્ટેચ્યૂ માટે પુષ્પાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નહીં કરવા પોલીસ દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે. જો કે અગત્યની બાબત છે કે 13 શરતોને આધિન આ યાત્રામાં લાઉડ સ્પીકરની મંજૂરી અપાઇ છે. જાહેરનામાનો અમલ, ટ્રાફિકને અડચણ નહીં બનવાની શરત રાખવામાં આવી છે. જો કે સાથે-સાથે આ યાત્રામાં કોમી લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર પણ ન કરવાની શરત રાખવામાં આવેલ છે.

You might also like