‘ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો’, ભાવનગરમાં હાર્દિક પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ભાવનગરમા બાડી ગામ પાસે GPCL કંપની સામે 12 ગામના લોકો આંદોલન કરી રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલે સભા સંબોધી હતી. આ સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. હાર્દિકે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. સાણંદના ખેડૂતોની જમીન ટાટાને આપવામાં આવી છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે સરકારનો બહાર ગામના ખેડૂતો સાથે માઈનીંગ કરવાનો પ્લાન છે. ભાજપ સરકાર દ્વારા 5500 કરોડ રૂપિયાનુ બજેટ જાહેર કરવામાં આવ્યુ છે. આ બજેટ 5500 કરોડ રૂપિયાનુ નથી. સરકારનુ આ બજેટ 15 હજાર કરોડ રૂપિયાનુ છે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવે તેવી શક્યતા છે. ટૂંક સમયમાં જ હાર્દિક પટેલની Y કેટેગરીની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવશે. અમને આ જાણકારી ગૃહ વિભાગના આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસના બહારથી ટેકા સાથે પ્રચાર કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સામે નવા પડકાર ઉભો કર્યો હતો. આ સંજોગોમાં ગુજરાતમાં ભાજપની ફરીવાર સરકાર બન્યા બાદ આંદોલનની રણનીતિ દ્યડવા માટે ૩૦ ડિસેમ્બરના બોટાદ ખાતે પાસની એક બેઠક બોલાવવામાં આવી હતી.

You might also like