હાર્દિક પટેલે કોંગ્રેસના ચૂંટણી લડવાના આમંત્રણને ફગાવી દીધું

પાસના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણી લડવાના મળેલા આમંત્રણને ફગાવી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી અને ચૂંટણી લડવાનો અમારો કોઇ સ્વાર્થ પણ નથી. હાર્દિકે કહ્યું કે અમને માત્ર અધિકાર અને ન્યાય જોઇએ છે. અમે અહંકાર સામે લડતા રહીશું અને અંતે જીત અમારી જ થશે.

You might also like