હું મરી જાઉ તો પણ ભાજપને કોઇ ફર્ક નથી પડતોઃ હાર્દિક

અમદાવાદઃ હાર્દિક પટેલે પોતાનાં આમરણાંત ઉપવાસ મામલે પોતે પોતાનાં ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાની અંતર વેદના પ્રગટ કરી છે. હાર્દિકે સમાધાનની ફોર્મ્યુલા વચ્ચે ટ્વિટ કરીને કહ્યું કે, હું મરી જાઉ તો પણ ભાજપને કોઇ જ ફર્ક નથી પડતો. 13 દિવસનાં અનશન બાદ પણ સરકારને કોઇ જ ફર્ક નથી પડ્યો. પટેલ અને ખેડૂતો અંગે સરકાર કંઇ વિચારતી નથી. કંઇ વાંધો નહીં ચૂંટણી આવે છે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજનાં અગ્રણી હાર્દિક પટેલ છેલ્લાં 13 દિવસથી સતત ઉપવાસ પર છે. ત્યારે આ મામલે હાર્દિકનાં ઉપવાસ આંદોલનને લઇ હાર્દિકને સતત ધીમેધીમે એક પછી એક લોકોનું સમર્થન મળતું જાય છે. હાર્દિકને એક પછી એક લોકોનું સમર્થન મળતું જાય છે તેમજ હવે સરકારને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

You might also like