શિવસેનાના પોસ્ટરમાં હાર્દિક પટેલ, વાપીમાં શિવસેના દ્વારા લગાવાયા હોડિંગ્સ

વલસાડઃ થોડા સમય પહેલાં જ હાર્દિક ઉદ્ધવ ઠાકરેને મળવા માટે મુંબઇ ગયો હતો. ત્યારે એવી અટકણોએ જોર પકડ્યું હતું કે હાર્દિક શિવસેનામાં જોડાવા માટે ઉદ્ધવ ઠાકરેને મળવા ગયો હતો. જો કે પાસ કન્વિનરે હાર્દિકની ઉદ્ધવ સાથેની મુલાકાતને અંગત દર્શાવી હતી. ત્યારે વસલાડ અને વાપીમાં શિવસેનાના પોસ્ટરમાં ઉદ્ધવ ઠાકરે અને હાર્દિક એક સાથે જોવા મળી રહ્યાં છે.

આ પોસ્ટર સાથે એ વાત સ્પષ્ટ થઇ રહી છે કે પટેલ સમાજ પણ શિવસેનામાં જોડાયો છે. આ પોસ્ટર વાપી શિવસેના દ્વારા બનાવવામાં આવ્યાં છે. વલસાડ અને વાપીમાં શિવસેના હાર્દિકને આવકારી રહી હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. ત્યારે બની શકે છે કે આગામી સમયમાં હાર્દિક અને શિવસેના ભેગા મળીને ગુજરાતમાં અનામતની ગતીવિધીને તેજ કરી શકે છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની દાવેદારી પણ કરી શકે, તેવા સંકેતો આ પોસ્ટર દ્વારા કરી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like