Categories: Others

હાર્દિક પટેલે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે ખોલ્યો મોરચો

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપનાર તેમજ પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવાની ખુલ્લેઆમ માગણી કરનાર પાસના કન્વીનર હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજ સામે થયેલા કથિત અત્યાચારના મુદ્દે પરેશ ધાનાણી સામે મોરચો ખોલતાં રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે.

હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એવું જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઊઠી રહ્યો છે જે એક સારી બાબત છે અને ઊઠવો પણ જોઇએ, પણ છેલ્લાં અઢી વર્ષથી ચાલતાં પાટીદાર અનામત આંદોલન કે જેમાં શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાન અને નિર્દોષ પર થયેલા ખોટા રાજદ્રોહના કેસનો મુદ્દો કેમ કોઇ કોંગ્રેસના ધારાસભ્ય નથી ઉઠાવતા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી કેમ ચૂપ છે?

પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચાર બાબતે કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં ચૂપ રહેવા માગતી હોય તો અમને એમ લાગે છે કે, આવ ભાઇ હરખા, આપણે બંને સરખા જેવું કામ ભાજપ-કોંગ્રેસનું લાગે છે.

હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું કે અમને એમ હતું કે પરેશ ધાનાણી જેવા યુવા નેતા વિપક્ષી નેતા બનવાની જનતાને ફાયદો થશે. પરંતુ જનતાના મુદ્દા ન ઊઠવાથી જનતાના વિશ્વાસ પર પાણી ફરી વળ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવા છતાં જો જનતા નિરાશ થાય તો હવે જનતા ક્યાં જશે? દરમ્યાન રાજકીય વર્તુળોમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન અંગે પરેશ ધાનાણી સામે સોશિયલ મીડિયામાં વ્યક્ત કરેલી નારજગીએ ચર્ચા જગાવી છે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

12 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

12 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

12 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

12 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

13 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

13 hours ago