નરેશ પટેલની હાર્દિકને શીખ: જે કંઈ પણ કરો તે ઈમાનદારી અને માતાની સાક્ષીએ કરજો

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના રાષ્ટ્રીય સંયોજક હાર્દિક પટેલ હાલમાં સૌરાષ્ટ્રના પ્રવાસે છે. હાર્દિકે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે મુલાકાત કરીને કર્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેશ પટેલે હાર્દિકને શીખ આપતા જણાવ્યું હતું કે જે કંઈ કરો ઈમાનદારી અને માતાની સાક્ષીએ કરજો.

કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને સ્વીકારીને ચૂંટણીમાં કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત હાર્દિક પટેલે કરી હતી. અગાઉ કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કરતી વખતે પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ખોડલધામને વિશ્વાસમાં લેવાઈ ન હોવાનો દાવો ખુદ ખોડલધામના કર્તાહર્તાઓને જાહેરમાં કર્યો હતો. ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના આગળ પડતાં આગેવાન નરેશ પટેલ આ મામલે હાર્દિકથી નારાજ હોઈ તેની સામે અંતર રાખી રહ્યા છે તેવી રાજકીય વર્તુળોમાં અવારનવાર ચર્ચા પણ ઊઠતી હતી.

આજે સવારે આઠ વાગ્યે હાર્દિક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી પ્રવીણ ગજેરા સાથે મુલાકાત કરવાનો હતો. જોકે આ મુલાકાતને રદ કરાઈ હોવાની હાર્દિકની સોશ્યિલ મીડિયામાં જાહેરાતથી નરેશ પટેલે હાર્દિકને મળવાનું ટાળ્યું એવા સમાચાર પણ વહેતા થયા હતા. દરમિયાન રાજકોટના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે નરેશ પટેલ અને હાર્દિક પટેલની મુલાકાત થઇ હતી.

માતાની સાક્ષીએ કરજો તેવી શીખ આપી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હાર્દિક પટેલે નરેશ પટેલને સમાજના અગ્રણી અને વડીલ તરીકે લેખાવીને પોતે શુભેચ્છા મુલાકાત લીધી હોવાનું કહેતા એવો પણ દાવો કર્યો છે કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી અને નરેશ પટેલ સહિતના સર્વે સમાજના અગ્રણીઓનું મને સમર્થન છે.

You might also like