સુરતની જે.બી.ધારૂકા કોલેજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3ની અટકાયત

728_90

સુરતઃ સતત 13 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલનાં મુદ્દાઓ અંગે હજુ સુધી કોઇ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી ત્યારે મહત્વનું છે કે હાર્દિકને હવે એક પછી એક એમ લોકો દ્વારા જેમાં PAAS કાર્યકર્તાઓ, આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ જેવાં અનેક લોકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.

ત્યારે મહત્વનું છે કે બીજી બાજુ રાજ્યની વિવિધ શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પણ હાર્દિક પટેલને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતની જે.બી ધારૂકા કોલેજનાં 150-200 વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે. કોલેજમાં વિદ્યાર્થીઓ પાટીદારની ટોપી પહેરીને હાર્દિકને સમર્થન આપવા માટે એકઠા થયાં હતાં

PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવાની માંગ કરી હતી. જો કે વિદ્યાર્થીઓએ દ્વારા સરકાર વિરુદ્ઘ કરવામાં આવેલા ઉગ્ર સૂત્રોચ્ચાર દરમ્યાન પોલીસ તુરંત ત્યાં આવી પહોંચતા વિદ્યાર્થીઓએ ભારે દોડધામ મચાવી હતી. ત્યારે ઘટનાસ્થળે પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.

You might also like
728_90