હાર્દિકને SGVP હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ, ફરી કરશે આંદોલનનો હુંકાર

અમદાવાદઃ હાર્દિક પટેલને SGVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. તેને હોસ્પિટલ પ્રશાસન દ્વારા રજા આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે હાર્દિકને હાલમાં ફરી ગ્રીનવુડ રિસોર્ટ લઇ જવાયો છે. ગ્રીનવુડ રિસોર્ટ બહાર હાલમાં પોલીસનું ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક છેલ્લાં બે દિવસથી SGVP હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે તેને હાલમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે. SGVP હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ હાર્દિક પટેલને રવિવારે આજનાં દિવસે ડિસ્ચાર્જ કરી દેવાયો છે અને અહીંયા હોસ્પિટલેથી હાર્દિકને સીધો તેનાં ઘરે લઈ જવામાં આવ્યો છે.

ત્યારે મહત્વનું છે કે અમદાવાદની SGVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલને ડિસ્ચાર્જ કરવા મામલે હાર્દિકનાં ઘરે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મંડપનો સામાન પણ લાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે હાર્દિક હવે ઘરેથી ઉપવાસ આંદોલન ફરી વાર શરૂ કરશે.

You might also like