હાર્દિક સામેના રાજદ્રોહ કેસની આજે કોર્ટમાં સુનાવણી, ચિરાગ પટેલ પણ હાજર રહે તેવી શક્યતા

હાર્દિક અને અન્ય પાસ કન્વીનર પાસે લાગેલા રાજદ્રોહ કેસ મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આજે થનાર આ સુનાવણીમાં હાર્દિક પટેલ અને ચિરાગ પટેલના હાજર રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસ અંતર્ગત હાર્દિક, ચિરાગ અને દિનેશ બાંભણીયાને આરોપી જાહેર કરવામાં આવ્યા છે અને હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી છે.

આજે રાજદ્રોહ મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી
હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ રહી શકે છે હાજર
હાર્દિક પટેલે કોર્ટમાં કરી છે ડીસ્ચાર્જ અરજી
કેસમાં હાર્દિક, ચિરાગ અને દિનેશ બાંભણિયા છે આરોપી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે હાર્દિક સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કોલ રેકોર્ડ સાથે સંબંધિત દસ્તાવેજો, વોટ્સઅપમાં થયેલી વાતચીતની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

You might also like