હાર્દિક પટેલના જામીન નામંજૂર

પાટીદાર અનમાત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલના જામીન સુરત સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે.  સુરત કોર્ટમાં તેની જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે પ્રિન્સિપાલ સેશન્સ જજ ગીતા ગોપીએ તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક જેલમાં છે છતાં બહાર તોફાનો થઇ રહ્યાં છે. જે સમાજના હિતમાં નથી. વળી કસ્ટડીનાં પણ હાર્દિકની વર્તણૂક અયોગ્ય રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.   આ પહેલા અમદાવાદમાં જામીન અરજી કરી હતી. તે પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારે સુરત પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ રાજદ્ગોહ કેસમાં પણ જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ કેસ માટે કન્હૈયાના કેસનો રેફરન્સ પણ લેવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લાં અઠવાડિયામાં હાર્દિક પાસેથી મળેલા મોબાઈલ ચાર્જર તેમજ બેરેક બહારથી મળેલા મોબાઈલનો કેસ બન્યો હતો. આ તમામ વર્તણૂકને  કોર્ટે ધ્યાનમાં લીધી હતી. જેને પગલે જામીન નામંજૂર થયા છે.

 

 

You might also like