રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટ તરફથી હાર્દિકના જામીન મંજૂર, પણ રહેવું પડશે જેલમાં..

અમદાવાદઃ હાઇકોર્ટે  રાજદ્રોહ કેસમાં હાર્દિકના શરતી જામીન મંજૂર કર્યા છે. રાજદ્રોહના ગુનાહેઠળ ઓક્ટોબર 2015થી હાર્દિક જેલમાં હતો. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. જસ્ટીસ એ.જે. દેસાઇએ હાર્દિકના જામીન પર ચૂકાદો આપ્યો છે.  હાર્દિકે અત્યાર સુધી કોર્ટની તમામ કાર્યવાહીમાં સહયોગ આપ્યો  છે. ત્યારે કોર્ટે નવેસરથી હાર્દિક પાસે બાંહેધરી માંગી છે.  ત્યારે આંદોલ શાંતીપૂર્ણ રીતે ચલાવવા અંગે હાર્દિકે કોર્ટને ખાતરી આપી છે. જોકે જામીન મળવા છતાં હાર્દિક મૂક્ત નહીં થઇ શકે કારણકે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં તેના જામીન ના મંજૂર થયા છે. આ મામલે વધુ સુનાવણી 11 જુલાઇએ હાથ ધરવામાં આવશે.

કોર્ટે હાર્દિકના શરતી જામીન મંજૂર કર્યાં છે. જેમાં તેને 6 મહિના ગુજરાત બહાર રહેવું પડશે. હાઇકોર્ટ દ્વારા કોર્ટને મોટી રાહત મળી છે. ત્યારે હાર્દિકના પરિવારજનો પણ ખુશ છે. તો પાસ કર્નિનર અને આંદોલન કારીઓમાં પણ આંનદનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોર્ટમાં જતા પહેલા હાર્દિકે તેના આંદોલનને બિનરાજકીય ગણાવ્યું હતું. હાર્દિકે જેલમાં રહીને પણ પત્રવ્યવહાર દ્વારા લોકો સુધી પોતાના વિચારો પહોંચાડ્યા હતા. ત્યારે હાર્દિકના બહાર આવવાથી ફરી અનામત આંદોલનન સક્રિય બની શકે છે. જો કે હાર્દિકે કોર્ટેને આંદોલન શાંતિપૂર્ણ ચલાવવા અંગે ખાતરી આપી છે.

You might also like