પાટીદાર અનામત અાંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે બ્રાહ્મણ સમાજની માફી માગી

અમદાવાદ: પાટીદાર અનામત અાંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા બ્રાહ્મણ સમાજ અંગે અભદ્ર ટીપણી કરી હોવાના વિવાદને લઈ બ્રાહ્મણોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બ્રાહ્મણ સમાજનો રોષ જોતાં હાર્દિક પટેલ દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં અાવ્યો છે જેમાં હાર્દિક પટેલે બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ હોય તો તે અંગે પોતે માફી માગે છે તેમ જણાવ્યું છે.

સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલના વાઇરલ થયેલા વીડિયોમાં જણાવવામાં અાવ્યું છે કે એક બે દિવસથી જે વીડિયો ફરી રહ્યો છે અને ફરિયાદ પણ કરવામાં અાવી છે કે હાર્દિક પટેલે બ્રાહ્મણ સમાજની બહેન, દીકરીઅો વિશે ખરાબ બોલ્યો છે તેમજ અભદ્ર ભાષામાં વાત કરી છે પરંતુ હકીકતમાં જાહેર સ્થળ કે કોઈપણ જગ્યાઅે અાજ દિન સુધી બ્રાહ્મણ સમાજની બહેન-દીકરી વિશે અભદ્ર સમાજનો પ્રયોગ થયો નથી કે તેમના વિશે ખરાબ બોલ્યો નથી.

બ્રાહ્મણ સમાજને વિનંતી છે કે બ્રાહ્મણોને તેઅો પૂજનીય ગણે છે અને મોભાનું સ્થાન અાપ્યું છે. હાર્દિક ક્યારેય બ્રાહ્મણ સમાજનું ખરાબ કે ખોટું બોલ્યો નથી છતાં પણ જાહેરમાં કે અન્ય જગ્યાઅે મિટિંગમાં ખરાબ બોલ્યો હોય તો માફી માગવા તૈયાર છું. સીડીમાં જે રીતે અભદ્ર ટિપણીની વાત છે તે અંગે સ્પષ્ટતા કરતા હાર્દિકે જણાવ્યું છે કે સીડી મોર્ફ કરવામાં અાવી છે.

સીડી સાથે તેનો કોઈ સંબંધ નથી. ભૂદેવોઅે મને અાશીર્વાદ અને અાંદોલનમાં સહયોગ અાપ્યો છે અને હજુ પણ મારે તેમના અાશીર્વાદ અને સહયોગની જરૂર છે. છતાં પણ જો કોઈ ભૂલ થઈ હોય તો માફી અાપવા માટે વિનંતી હાર્દિક પટેલે વીડિયોમાં કરી છે.

You might also like