હાર્દિક અને અલ્પેશની મુશ્કેલીમાં થયો વધારો, જાણો કેમ?

હાર્દિક પટેલની મુશ્કેલીમાં હવે વધારો થઇ શકે છે. કારણકે સરકાર તરફથી હાર્દિકની જામીન અરજી રદ્દ કરવામાં આવી છે. પાટીદાર અનામત અંદોલન મામલે અલગ-અલગ રાજ્યમાં તોફાનો સર્જાયાં હતાં તેમજ તોફાની તત્વોએ વસ્ત્રાલમાં કોર્પોરેટર પરેશ પટેલનાં ઘરે જઈને તોડફોડ પણ કરી હતી. જે કેસમાં વધુ સુનાવણી સેશન્સ કોર્ટમાં 9 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પરેશ પટેલનાં ઘરમાં જ્યારે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે કોર્ટે રામોલ વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે તેને જામીન આપ્યાં હતાં પરંતુ હાર્દિક પટેલે શરતનો ભંગ કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેથી પોલીસે તેનાં જામીન રદ્ કરવાની અરજી કરી છે. આ કેસની વધુ સુનાવણી 9 એપ્રિલે થશે.

બીજી બાજુ કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લા પોલીસ વડા વિરૂદ્ધમાં ટિપ્પણી કરવા મામલે ડીસા કોર્ટે અલ્પેશ ઠાકોરને પણ સમન્સ પાઠવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ટિપ્પણી કર્યા બાદ જિલ્લા પોલીસ વડાએ ડીસા કોર્ટમાં માનહાનીની અરજી કરી હતી. એસ.પી.ની અરજીનાં આધારે પોલીસ ફરિયાદ નોંધવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે 3મેંનાં રોજ ડીસા કોર્ટમાં હાજર રહેવા માટે પણ સમન્સ પાઠવવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ડીસાનાં આસેડા ગામે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી. જેમાં તેઓએ જિલ્લા પોલીસ વડા બુટલેગરો પાસેથી હપ્તો લે છે તેવાં આક્ષેપો કરતાં ભારે વિવાદ સર્જાયો હતો.

જો કે આ મામલે જિલ્લા પોલીસ વડાએ ડીસાનાં એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવનાં પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ રીતે અલ્પેશ અને હાર્દિક બંને એક સાથે કોર્ટનાં ચક્કરમાં ફસાયાં છે.

You might also like