ગુજરાતની યુવા ત્રિમુર્તિ BJPની વિરુદ્ધ : શું કોંગ્રેસનાં અચ્છે દિન આવ્યા ?

નવી દિલ્હી : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે પ્રકારે કોંગ્રેસ અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજકીય વાતાવરણમાં અચાનક નાટકીય ફેરફારો આવ્યા છે તેનાં કારણે કોંગ્રેસ ફરીથી સત્તામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. ગુજરાતમાં ગત્ત દિવસોમાં દલિત અને ઓબીસી સમુદાય વચ્ચે અસંતોષનો અવાજ બની ચુકેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનાં સમર્થનમાં ઉતરવાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસનો કાયાકલ્પ થવાની સંભાવના વધારે પ્રબળ થઇ ચુક્યું છે.

શનિવારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને કોંગ્રેસને સમર્થન આપવાનું વચ આપ્યું. પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે એક ખાનગી ચેનલને કોંગ્રેસને સમર્થન આપવાનો હોવાનો આડકતરો ઇશારો કર્યો હતો. દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને સમર્થન આપવાની વાત નથી કરી પરંતુ ભાજપને હરાવવા માટે તે અગાઉ પણ હુંકાર કરી ચુક્યો છે.

ગુજરાતમાં આદિવાસી સમુદાય વચ્ચે પહેલાથી જનાધાર ધરાવતી કોંગ્રેસને દલિત અને ઓબીસી સમુદાયે આ લોકપ્રિય નેતાઓનું સમર્થન મળવાની સાથે કોંગ્રેસની નિશ્ચિત રીતે ગુજરાત દ્વારા રાષ્ટ્રીય રાજનીતિમાં દમદાર પરત ફરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર અધિકારીક રીતે કોંગ્રેસમાં જોડાઇ ચુક્યો છે. તેણે કોંગ્રેસને પોતાનું સમર્થન હોવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ જીગ્નેશ મેવાણી પણ અછતડો કોંગ્રેસને સમર્થનનો ઉલ્લેખ કરી ચુક્યો છે. જો કે હજી સુધી હાર્દિક પટેલ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી કરી રહ્યો. તેણે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે પોતે ચૂંટણી લડી શકે તેમ નથી પરંતુ અન્ય કન્વીનર પોતાની રીતે રાજકારણમાં જોડાઇ શકે છે. જો કે બીજી તરફ વરૂણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાનું આધારભુત સુત્રો માહિતી આપી રહ્યા છે.

You might also like