સુરક્ષા માટે હાર્દિકે લીધો સીસીટીવી કેમેરાનો સહારો, ઘરમાં લગાવ્યા 6 કેમેરા

ઉદયપુર : શરતી જામીન પર છૂટેલ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે પોતાની સલામતી અને સુરક્ષા માટે ઉદપુરમાં જે ઘરમાં તે રોકાયો છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. હાર્દિકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તે હાલ ઉદયપુરના પૂર્વ કોંગી ધારાસભ્ય પુષ્કર ડાંગીના મકાનમાં રહે છે.  જ્યાં 6 સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

તેણે આશંકા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત સાહ તેને ખોટા ષડયંત્રમાં ફસાવી શકે છે અને તેને મરાવી પણ શકે છે. તેનું કહેવું છે કે છેલ્લાં થોડાગણા દિવસથી મકાનની બહાર રાજસ્થાન સરકાર અને પોલિસની ગતિવિધિ ચાલી રહી છે. જે શંકાસ્પદ છે. ત્યારે તેની પર નજર રાખવા માટે રોડ સાઇડ 4 કેમેરા જ્યારે ઘરની પાછળની સાઇડ બે સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

હાર્દિકે જણાવ્યું છે કે કેટલીક ગાડીઓ તેના ઘરની બહાર આવે છે. ગાડીમાંથી અજાણ્યા લોકો આવી પોલીસ સાથે વાતચીત કરે છે. ઘરના ફોટા પાડે છે. આ બધી ઘટનાઓથી મને શંકા છે કે મારી વિરૂદ્ધ કોઇ મોટુ ષડયંત્ર રચાઇ રહ્યું છે. જેને પગલે મેં ઘરમાં સીસીટીવી કેમેરા મૂકાવ્યા છે.

You might also like