ક્રિકેટર હાર્દિક પંડયા વિરુધ્ધ FIR, આંબેડકર વિરુધ્ધ કરી હતી વિવાદીત ટિપ્પણી

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બાદ હવે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા વિવાદમાં ફસાયો છે. જોધપુરની એખ કોર્ટે હાર્દિક પંડયા વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવા આદેશકર્યો છે. આ મામલો ભારતીય સંવિધનના રચિયતા આંબેડકર વિરુધ્ધ વિવાદિત ટિપ્પણી કરવા બદલ કરવામાં આવ્યો છે.

આ મામલે ક્રિકેટર હાર્દિક પંડયા વિરુધ્ધ જોધપુરની કોર્ટે એસસી-એસટી એક્ટ હેઠળ એક અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોકર્ટે હાર્દિક પંડયા વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવા આદેશ કર્યો છે. કોર્ટમાં અરજી દાખલ કરનાર મેઘવાલના જણાવ્યા અનુસાર હાર્દિક પંડયાએ 26 ડિસેમ્બર, 2017ના રોજ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર એક ટીપ્પણી લખી હતી, જેમાં તેણે આંબેડકરને અપમાનિત કર્યા હતા અને દલિત સમુદાયના લોકોની ભાવનાઓ ઠેસ પહોંચાડી હતી.

મેઘવાલ મુજબ હાર્દિક પંડયાએ ટ્વિટ કર્યું હતું તેમાં લખ્યું હતું કે ‘કોણ આંબેડકર ? જે વ્યક્તિએ દેશનું સંવિધાન ડ્રાફટ તૈયાર કર્યું હતું તે અથવા દેશને અનામત નામની બિમારી આપી હતી તે’. હાર્દિક પંડયાએ ટ્વિટ પર કરેલી આ ટિપ્પણી વિરુધ્ધ મેઘવાલે અરજી દાખલ કરી હતી.

પોતાને રાષ્ટ્રીય ભીમ સેનાના સભ્ય બતાવનાર મેઘવાલે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમના જેવા ક્રિકેટરે કરેલ આ ટિપ્પણી દ્વારા માત્ર સંવિધાનનું અપમાન નથી કરાયું પરંતુ દલિત સમુદાયની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે.

You might also like