લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ? એલીને છોડીને આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા

ટીમ ઇન્ડિયાનો ઑલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા બોલિવુડની એક્ટ્રેસ એલી અવરામને ડેટ કરી રહ્યો છે. આ ખબર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હવે ખબર આવી રહી છે કે હાર્દિક એલી અવરામને છોડીને બોલિવુડની આ બોલ્ડ એક્ટ્રેસ ગણાતી ઉર્વશી રૌતેલા સાથે સમય વિતાવે છે.

ગત દિવસોમાં હાર્દિક એલી સાથે ઘણી ઈવેન્ટમાં દેખાયો હતો. એલી એક ફેમિલી ઈવેન્ટમાં પણ ક્રિકેટર સાથે પહોંચી હતી. પરંતુ હવે લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યા એક જાણીતા બિઝનેસમેનની પાર્ટીમાં પહોંચ્યો હતો. આ પાર્ટીમાં ઉર્વશી પણ હતી.

સૂત્રોનુસાર, આ પાર્ટીમાં બંને વચ્ચે ઘણી સારી બોન્ડિંગ જોવા મળી. આ પાર્ટીમાં હાર્દિકની સાથે તેની ભાઇ પણ હતો, પરંતુ હાર્દિક અને ઉર્વશી એકબીજાને મળ્યા અને લાંબા સમયથી સુધી વાતચીત કરી.

આ પહેલા હાર્દિક એલીની સાથે ઘણી જગ્યાએ જોવા મળ્યો છે, પરંતુ બંને ક્યારેય રિલેશનશિપમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો નથી, પણ બંનેના અફેરની ચર્ચાઓ જોરશોરથી છે. ક્રિકેટર હાર્દિકે હાલમાં જ એલી સાથે એક એડ પણ શૂટ કરી છે. હાર્દિક સાથે રિલેશનશીપ અંગેના સવાલ પર એલીએ કદી ઈનકાર નથી કર્યો.

એક ઈંટરવ્યૂમાં એલીએ કહ્યું હતું કે, હું ક્યારેય પર્સનલ લાઈફ અંગે ચર્ચા નથી કરતી. હાર્દિક અને હું બંને સારા મિત્રો છીએ.

મહત્વનું છે કે હાર્દિકના ભાઈના લગ્નમાં એલી અવરામ જોવા મળી હતી, જે બાદ બંનેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું.

You might also like