હાર્દિક પંડ્યા શ્રેણીની સૌથી મોટી ઉપલબ્ધિ છેઃ વિરાટ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે મેન ઓફ ધ સિરીઝ જાહેર થયેલો હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ૪-૧થી જીતેલી શ્રેણીમાં સૌથી મોટી ઉપબલ્ધિના રૂપમાં ઊભરી આવ્યો છે. કોહલીએ પંડ્યાની જોરદાર પ્રશંસા કરી હતી. હાર્દિકે શ્રેણીમાં ૨૨૨ રન ફટકારવા ઉપરાંત છ વિકેટ પણ ઝડપી હતી. વિરાટે કહ્યું, ”હાર્દિક ટીમ માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. પસંદગીની દ્વિધા મારા માટે કેપ્ટન તરીકે એક માથાનો દુખાવો છે, કારણ કે અનેક ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ અગિયાર ખેલાડી પસંદ કરવા મુશ્કેલ હોય છે.”

વિરાટે કહ્યું, ”ભુવી અને બૂમરાહે શાનદાર બોલિંગ કરી. ઉમેશ અને શમીએ પણ તક મળી ત્યારે સારું પ્રદર્શન કર્યું. મિડલ ઓવરમાં કુલદીપ અને ચહલે શાનદાર બોલિંગ કરી.” સતત છઠ્ઠી દ્વિપક્ષી શ્રેણી જીતનારી ટીમના પ્રદર્શન બાબતે ખુશી વ્યક્ત કરતાં વિરાટે કહ્યું, ”આ બહુ જ સારી જીત છે. અમે દબાણમાં રહ્યા, પરંતુ અમે ચાર વાર મેચ જીતીને વાપસી કરી. આ શ્રેણીમાં ઘણું બધું સકારાત્મક મળ્યું.”

You might also like