હાર્દિકની રેલીમાં નીતિશના આગમનની શક્યતા અસ્પષ્ટ, બદલાઇ શકે છે તારીખ

ગાંધીનગરઃ હાર્દિક પટેલ 17મી જાન્યુઆરીએ ગુજરત પરત આવી રહ્યો છે. જેના આગમનને લઇને પાટીદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આવ્યા બાદ હાર્દિક 28મી જાન્યુઓરીના રોજ એક રેલીનું આયોજન કરી રહ્યો છે.

28 જાન્યુઆરીએ હાર્દિક ‘મોદી હરાવો દેશ બચાવો’ની રેલી યોજી રહ્યો છે. જેમાં નીતિશને આવવા માટેનું આમંત્રણ આપવા તે ગત મહિને પટના ગયો હતો. પરંતુ હાલ મોદી અને નીતિશની વધી રહેલી નીટકતાને પગલે એવા મેસેજ વાયરલ થઇ રહ્યાં છે કે નીતિશ આ રેલીમાં હાજર રહેવાના નથી.  એવા સમાચારો હવેતા થયા છે કે નીતિશ કુમાર ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરીને ગુજરાત આવવાની ના પાડી રહ્યાં છે. આ વાતથી રાજકિય માહોલ પણ ગરમાયો છે.

તો બીજી તરફ હાર્દિકે સ્પષ્ટતા કરી છે કે નીતિશ કુમાર રેલીમાં હાજરી આપશે. જરૂર જણાશે તો રેલીની તારીખ બદલામાં આવશે. નીતિશ એક નિશપક્ષ નેતા છે. તે ચોક્કસથી હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે નીતિશે હાલમાં જ મોદી સરકારના નોટબંદીના નિર્ણયનું સમર્થન આપ્યું હતું. જ્યારે મોદીએ બિહારમાં દારૂબંદીની વાતને વધાવી હતી. જોકે જો નીતિશ કુમાર ચૂંટણીમાં વ્યસ્તતાને કારણે રેલીમાં હાજરી આપવા અસમર્થ રહેશે તો રેલીની તારીખ 11 માર્ચ પછી રાખવામાં આવશે.

home

You might also like