કોર્ટે હાર્દિકના પરિવાર અને વકીલને મળવા દેવાની ફરી મંજૂરી આપી

સુરત : લાજપોર જેલના સત્તાવાળાઓ વિરુદ્ધ હાર્દિકના બચાવપક્ષના એડવોકેટ યશવંત વાળાએ આક્ષેપો કરતી અરજીનો સોમવારના રોજ ઉઘડતી કોર્ટમાં સુખદ અંત આવતા તેમણે આ અરજી આગળ ચલાવવા માંગતા નથી. તેવું કોર્ટને જણાવ્યું હતુ.

જોકે, સોમવારે સવારે મુખ્ય ન્યાયાધીશ ગીતાબેન ગોપીએ સીનિયર જેલરને મૌખિક સૂચના આપી હતી કે, જ્યારે કોર્ટ આરોપીના વકીલ તથા પરિવારજનોને મળવા દેવાની મંજુરી આપતી હોય તો સત્તાવાળાઓ તેઓને કેવી રીતે રોકી શકે? આરોપીના વકીલને મળવા દેવા માટે અલગ રૂમની વ્યવસ્થા પણ કરવી.

જેલના તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં નથી પરંતુ તેઓ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. આ કેસની ટૂંકી વિગત એવી છે કે, રાજદ્રોહના ગુનામાં સંકળાયેલા આરોપી હાર્દિક પટેલ દ્વારા ૧૨૦૦ કરોડની ઓફરનો લેટર વાયરલ કરાયા બાદ જેલ સત્તાવાળાઓ દ્વારા તેમના એડવોકેટ યશવંત વાળા તેમજ તેમના પરિવારજનોને મળવાની ધસીને ના પાડી દેવામાં આવી હતી.

ત્યારબાદ જેલ અધિક્ષક વિરુદ્ધ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી એક અરજીનો સુખદ અંત આવી જતા તેમના એડવોકેટ આ અરજી આગળ ચલાવવા માંગતા નથી તેવું કોર્ટને જણાવ્યું હતું.

You might also like