હાર્દિકને એ વાતનો જ ખ્યાલ નથી કે મુખ્યમંત્રી કેબિનેટમાં રાજીનામું ન આપેઃ જીતુ વાઘાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી 10 દિવસની અંદર રાજીનામું આપી દેશે તે અંગે હાર્દિક પટેલે આપેલા નિવેદનને લઇને રાજકારણમાં ભારે ગરમાવો જોવાં મળી રહ્યો છે. ત્યારે આ મામલે એટલે કે હાર્દિકનાં આ નિવેદન અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી.

જીતુ વઘાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,”માત્ર મીડિયામાં ચમકવા માટે જ હાર્દિક દ્વારા આવા નિવેદનો કરવામાં આવે છે. ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલનાં નેતૃત્વમાં જ ભાજપની સરકાર ચાલશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, હાર્દિક પટેલ માત્ર અફવા ફેલાવી રહ્યો છે. તે રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહેલ છે. જેથી આવી અફવા પર રાજ્યની જનતા ધ્યાન ના આપે. વિજયભાઇ અને નીતિનભાઇનાં નેતૃત્વમાં હાલમાં ખૂબ જ સારૂ કામ થઇ રહ્યું છે. ભાજ કોઇનાં બળ પર ચાલનારી પાર્ટી નથી.

મુખ્યમંત્રી એ કેબિનેટનાં વડા હોય છે જેથી તે કઇ રીતે અને કોને રાજીનામું આપે તે પણ એક મહત્વની વાત છે. હાર્દિકને એ વાતની જ ખબર નથી કે, મુખ્યમંત્રી કેબિનેટમાં રાજીનામું ન આપે. મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલને આપતાં હોય છે.

You might also like