સહકારી બેંક પરનો પ્રતિબંધ નહી હટે તો ઉગ્ર આંદોલનની હાર્દિકની ચિમકી

અમદાવાદ : ગુજરાતમાં નોટબંધી મામલે સહકારી બેન્કો પર લગાવાયેલા પ્રતિબંધનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલે પણ પ્રતિબંધ મામલે વિશાળ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, નોટ પરના પ્રતિબંધના કારણે સામાન્ય માણસ પરેશાન તો થઇ જ રહ્યો છે તેમાં સહકારી બેંકના નિર્ણયનાં કારણે વધારે પરેશાન થશે.

હાર્દિક પટેલે જણાવ્યું છે કે સહકારી બેન્કોમાં 500 અને 1000ની નોટો જમા કરાવવા પર રાજ્યમાં લગાવાયેલા પ્રતિબંધને પગલે હજારો ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જો સરકાર આ મુદ્દે પગલા નહીં લે તો આગામી ત્રણ દિવસોમાં મોટાપાયે આંદોલન દરમિયાન જે પણ પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ભાજપ સરકારની રહેશે.

હાર્દિક પટેલે જણાવ્યું કે સરકારનાં આ નિર્ણયનાં કારણે અરાજકતાનાં માહોલમાંવધારો થશે. સામાન્ય માણસનેવધારે ભોગવવાનું આવશે. ખાસ કરીને ખેડૂતોનાં એકાઉન્ટ સહકારી બેન્કોમાં જ હોય છે. જો તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે તો મોટી સમસ્યા સર્જાઇ શકે છે. ખેડૂત છતે પૈસે પાયમાલ થઇ જશે.

You might also like