મોડી લીધી પણ ઓડી લીધી : રવિન્દ્ર જાડેજાને સસરાએ આપી 1 કરોડની કાર

રાજકોટ : એક તરફ વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઇન્ડિઝનાં ખેલાડીઓ પાસે ટીકીટનાં પણ નાણા નહોતા. તેવા અહેવાલો આવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ કરોડોમાં આળોટી રહ્યા છે. આગામી 17મી એપ્રીલે રવિન્દ્ર જાડેજાનાં લગ્ન છે. ત્યારે તેની ફિયાન્સી રિવાબા સોલંકીનાં પિતા હરદેવસિંહે રવિન્દ્રને બે અણમોટ ભેટ આપી છે. પહેલી ભેટ તો પોતાની પુત્રી અને બીજી ભેટ લાખેણી ગાડી ઓડી ક્યુ-7. આ લક્ઝુરિયસ કારની કિંમત 97 લાખ રૂપિયા છે. રવિન્દ્ર આ જ ગાડીમાં રિવાબાને પરણવા માટા જશે. ગાડીનો નંબર પણ 1212 રાખવામાં આવ્યો છે. આ નંબર એવી ખાસ રીતે લખવામાં આવ્યો છે કે તે આર આર લખ્યું હોય તેવું લાગે છે. આર આરનો અર્થ અર્થ રવિન્દ્ર અને રિવા થાય છે.

રાજકોટ ખાતેનાં ઓડીનાં શો રૂમ પર રવિન્દ્ર પોતાની ભાવીપત્ની રીવાબા સાથે ગાડીની ડીલીવરી લેવા માટે ગયો હતો. લગ્નને હવે ગણત્રીનો સમય બાકી રહ્યો છે ત્યારે સસરા તરફથી મળેલી ભેટથી રવિન્દ્ર ખુબ જ ખુશ થયો હતો. અત્રે ઉલ્લે્ખનીય છે કે રવિન્દ્ર જાડેજાનાં લગ્નની તારીખ નક્કી થઇ ચુકી છે. 16 થી 18 એપ્રીલનાં ત્રણ દિવસીય લગ્નસમારંભ રવિન્દ્રનાં મુળ ગામ હાડાટોડામાં રાખવામાં આવ્યો છે. રવિન્દ્રનાં લગ્નમાં મોટા ભાગનાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત, અધિકારીઓ, રાજકારણીઓ સહિતનાં ટોચનાં ઉદ્યોગપતીઓ પણ હાજર રહેશે.

નોંધનીય છે કે જાડેજા અને રીવાબાનો પરિવાર પહેલાથી જ એકબીજાને ઓળખે છે. બંન્ને લાંબો સમયથી એકબીજાનાં પરિચયમાં પણ હતા. જેથી રવિન્દ્ર અને રીવાની મંજુરી બાદ મિત્રતાને સંબંધમાં ફેરવી નાખવામાં આવી હતી. 5 ફેબ્રુઆરીએ રવિન્દ્ર અને રિવાની સગાઇ થઇ હતી. રિવાને જો કે ક્રિકેટમાં ખાસ કોઇ રસ નહી હોવાનું તેણે અગાઉ પણ જણાવ્યું છે.

You might also like