આમ્રપાલી ગ્રુપે વર્લ્ડ કપ જીતનાર ટીમનાં ખેલાડીને વિલા નથી આપ્યા : હરભજન

નવી દિલ્હી : આમ્રપાલી વિવાદમાં ક્રિકેટર હરભજનસિંહે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન ઘોનીએ રીયલ એસ્ટેટ કંપની આમ્રપાલી ગ્રુપ સાથે સંબંધ તોડીને યોગ્ય કર્યું છે. ભજ્જીએ ટ્વીટ કરીને કહ્યું કે 2011નો વર્લ્ડ કપ જીત્યા બાદ આમ્રપાલી દ્વારા દરેક ખેલાડીને એક એક વિલા આપવાનું વચન આપ્યું હતું. જો કે હજી સુધી આ મકાન સોંપવામાં આવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘોનીએ એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ પુર્ણ કરી દીધો છે.

કંપનીનાં ડીરેક્ટર અનિલ શર્માએ કહ્યું કે વર્લ્ડ કપ બાદ મે 11 ક્રિકેટર્સને વિલા આપવાની વાત કરી હતી. જો કે કોઇએ તેનો સંપર્ક કર્યો નથી. આજે પણ આ ક્રિકેટરોનાં નામ પર એલોટેડ છે. આમ્રપાલી ગ્રીન વેલીનાં વિલામાં પ્રોજેક્ટ બનીને તૈયાર છે. તો પ્રોસેસ ફોલો કરે અને આવીને પોતાનાં મકાન લઇ લે. આજ સુધી અમારો કોઇએ પણ સંપર્ક સાધ્યો નથી. આ કોઇ સામાન્ય નથી કે તેને ઉઠાવીને અમે તેને આપી દઇએ. સીધી રીતે આરોપ નથી લગાવી શકતા કે અમે દાવો કર્યો અને તેને પુર્ણ ન કર્યો.

અમે ઘોની અને વર્લ્ડ કપ જીતનારા અન્ય ક્રિકેટર્સને પણ કહ્યું હતું કે એલોટમેન્ટ માટે ફ્લેટ તૈયાર છે. કંપનીનાં સીએમડી અનિલ શર્માએ કહ્યું કે આમ્રપાલી માહી ડેવલપર્સ 2011માં બનાવવામાં આવ્યું હતું. દહેરાદુનમાં તેને હોસ્પિટલ પણ બનાવી છે. જેમાં ગ્રુપનાં 75 ટકા અને સાક્ષી ધોનીની 25 ટકાની ભાગીદારી હતી. હવે સાક્ષી ધોની આ ગ્રુપ સાથે જોડાયેલા નહોતા. ધોનીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે હાલનાં વાતાવરણમાં બિલ્ડર્સ સામે કેટલાક પડકારો છે. છતા પણ બિલ્ડર્સ દ્વારા રોકાણકારોને અપાયેલા વચનો પુરા કરવા જોઇએ.

You might also like