ધોનીએ સેલેક્શન મુદ્દે ભડક્યો ભજ્જી : ઉઠાવાયા ઘણા મોટા સવાલ

નવી દિલ્હી : અનુભવી સ્ટાર ઓફ સ્પિનર હરભજનસિંહ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પુર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની પર ભડક્યા હતા. તેમણે ધોનીની ટીમમાં પસંદગી મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું કે ટીમ પસંદગી મુદ્દે તેને ધોની જેટલું મહત્વ નથી મળતું. તેમણે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ધોનીને સમાવવાનો હવાલો ટાંકતા કહ્યું કે ધોનીની જેમ તે પણ અનુભવી અને સીનિયર ખેલાડી છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે થયેલી ટીમની પસંદગી સમયે તેનાં અનુભવ અને વરિષ્ઠતા અંગે વિચાર ન કરવામાં આવ્યો.

36 વર્ષીય હરભઝન ભારત માટે અત્યાર સુધી 103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી 20 રમી ચુકેલ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. હરભજન ટેસ્ટમાં 417, વનડેમાં 269 અને ટી20માં 25 વિકેટ ઝડપી ચુક્યા છે. તેમણે કહ્યું કે અમે પણ દેશ માટે 19 વર્ષ સુધી ક્રિકેટ રમી રહ્યા છીએ અને આ દરમિયાન અમે ઘણી મેચ પણ જીતી ને હાર્યા છીએ. મને બે વર્લ્ડકપ જીતવાનો અનુભવ છે. માટે મહત્વ અમુક ખેલાડીઓને મળે છે તે પૈકીનો હું પણ એક છું. તેમ છતા પણ મને નથી ખબર કે આવા કિસ્સાઓ કેમ સામે આવ્યા છે.

સ્ટાર ઓફ ધ સ્પિનરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી સમિતીની બેઠકમાં ગૌતમ ગંભીર અને પોતાનાં નામ અંગે વિચાર નહી કરવા મુદ્દે પણ પસંદગી સમિતી પર સવાલ ઉઠાવ્યા હતા. ભજ્જીએ કહ્યું કે ઇમાનદારીથી કહું તો આ યોગ્ય નથી. અમે વધારે ટુર્નામેન્ટ એટલા માટે રમીએ છીએ જેથી ભારત માટે અમારી પસંદગી થાય. ગંભીરે હાલમાં જ ઘણા રન બનાવ્યા છે. અશ્વિનને આઇપીએલ 10 એટલા માટે આરામ આપ્યો હતો જેથી તે ચેમ્પિયન ટ્રોફી માટે ફિટ રહી ચુક્યા છે.

You might also like