અર્જુન તેંડુલકરે લોર્ડ્સની બહાર રેડિયો સેટ વેચ્યાઃ હરભજનસિંહે બોણી કરાવી

લંડનઃ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતનો કારમો પરાજય થયો, જોકે એક ભારતીય ક્રિકેટર એવો છે જે લોર્ડ્સના મેદાન અને મેદાનની બહાર છવાઈ ગયો છે. અહીં વાત થઈ રહી છે સચીન તેંડુલકરના પુત્ર અર્જુનની. અર્જુન હાલ લંડનમાં છે અને ટીમ ઇન્ડિયાની સાથે નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

હરભજનસિંહે લોકોને અર્જુનને એક સેલ્મમેનના રૂપમાં બતાવ્યો હતો. હરભજને ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જેમાં અર્જુન તેંડુલકર મેદાનની બહાર ડિજિટલ રેડિયો સેટ વેચતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાઇરલ થઈ રહી છે.

તસવીર પોસ્ટ કરી હરભજને મજાકના અંદાજમાં લખ્યું કે, ”જુઓ, કોણ રેડિયો વેચી રહ્યું છે. અત્યાર સુધી ૫૦ રેડિયો વેચી ચૂક્યો છે અને થોડાક જ બાકી છે.” અર્જુનનો આ અંદાજ ક્રિકેટપ્રેમીઓને આ બતાવવા માટે પૂરતો છે કે સચિન પોતાના પુત્રનો કેવી રીતે ઉછેર કરી રહ્યો છે.

આ પહેલા પણ અર્જુનની એક તસવીર વાઇરલ થઈ હતી. જેમાં તે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સાથે લંચ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અર્જુન લોર્ડ્સના મેદાનમાં ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરતો પણ જોવા મળ્યો હતો.

You might also like