ભજ્જી મેદાનમેં તો બાપ પહલે હી થા… અબ પાપા બન ગયાઃ વીરુ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરાને ત્યાં લંડનમાં પુત્રીનો જન્મ થતાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પંજાબી સ્ટાઈલમાં ટ્વિટ કરીને હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાને અભિનંદન પાઠવ્યાં હતાં. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, “મેરી લખ લખ વધાઈયાં …. તૂ સી દોનોં નૂ રબ રખા”.

વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વિટ કરીને ભજ્જીને અનોખી સ્ટાઈલમાં અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. વીરેન્દ્ર સહેવાગે લખ્યું છે કે, “હરભજન સિંહ અને ગીતા બસરા આપને પેરેન્ટસ બનવા પર અભિનંદન…. ભજ્જી મેદાનમાં તો પહેલેથી જ બાપ હતો જ …. અને હવે પપ્પા બની ગયો…. નવા મહેમાનને અાશીર્વાદ’.

ગીતા કેટલાક સમયથી લંડનમાં જ રહે છે. જૂનમાં એક ખાસ સમારોહમાં ગીતાનો સિમંતવિધિ યોજાયો હતો. ગીતા બસરા અને હરભજન સિંહે જૂન ૨૦૧૫માં જલંધર ખાતે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંને વચ્ચે આઠ વર્ષથી મિત્રતા હતી. ગીતા બોલિવૂડ અભિનેત્રી પણ છે. તેણે ૨૦૦૬માં ‘દિલ દિયા હૈ’થી પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી.

You might also like