જુલાઈમાં ભજ્જી પિતા બનશેઃ ૪ જૂને ગીતાની ‘ગોદ ભરાઈ’

લંડનઃ હરભજનસિંહ જુલાઈમાં પિતા બનવાનો છે. તેની પત્ની અને અભિનેત્રી ગીતા બસરા મમ્મી બનવાની છે અને ૪ જૂને તેની ગોદ ભરાઈની રસમ થશે. હરભજન આ કાર્યક્રમમાં સામેલ નહીં હોય, કારણ કે આ ફક્ત મહિલાઓનો જ કાર્યક્રમ હોય છે. ભજ્જી અને ગીતાનાં ગત ૨૯ ઓક્ટોબરે લગ્ન થયાં હતાં.  હવે નવ મહિના બાદ જુલાઈમાં ગીતા માતા બનશે અને લંડનમાં જ બાળકને જન્મ આપશે. ત્યાર બાદ હરભજન સાથે ગીતા ઓક્ટોબરમાં ભારત પાછી ફરશે.

You might also like