વ્યાજખોરોના ત્રાસથી કંટાળી શિક્ષકે કરેલી અાત્મહત્યા

અમદાવાદ: પાલનપુરથી અમદાવાદ જતા હાઈવે પર અાવેલી એક સોસાયટીમાં રહેતા શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ઝેરી ગોળીઓ ખાઈ લઈ અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ચકચાર જગાવી છે. અા અંગેની વિગત એવી છે કે પાલનપુર હાઈવે પર અાવેલી સદગુરુ સોસાયટીમાં રહેતા મૂળ વડગામ તાલુકાના કોદરામ ગામના રહીશ દશરથભાઈ ગોવિંદભાઈ દરજી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અા શિક્ષકે નાણાંભીડના કારણે પાલનપુરના પાંચ શખસ પાસેથી રૂ. એક કરોડની રકમ વ્યાજે લીધી હતી, પરંતુ અા અા નાણાં ક્યાં વાપર્યા કે કોને અાપ્યા તે અંગે પરિવારના સભ્યોને કોઈ જાણ હતી નહીં.

બીજી તરફ વ્યાજખોરો શિક્ષકને અવાર-નવાર ફોન કરી કે ઘરે અાવી નાણાંની કડક ઉઘરાણી કરતા હતા. અામ વ્યાજખોરોની કડક ઉઘરાણીથી કંટાળેલા દશરથભાઈએ પાલનપુરના બસસ્ટેન્ડમાં જ સેલફોર્સની ગોળીઓ કાઈ લેતાં તેમને ગંભીર હાલતમાં મહેસાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. જ્યાં સાવરા દરમિયાન તેમનું મોત થયું હતું. પાલનપુર પોલીસે અા અંગે ગુનો દાખલ કરી એક સ્યુસાઈટ નોટ કબજે કરી છે જેમાં પાંચ વ્યાજખોરાના નામ દર્શાવવામાં અાવતા પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like