કરિશ્માએ પતિ અને સાસુ સામે દહેજ તેમજ માનસિક ત્રાસનો કેસ કર્યો

નવી દિલ્હી: કરિશ્મા કપૂર અને સંજય કપૂરની લડાઈમાં એક નવો અને ખરાબ વળાંક અાવ્યો છે. અા અભિનેત્રીઅે સંજય કપૂર અને તેની માતા રાણી સુરિન્દર કપૂર વિરુદ્ધ દહેજનો કેસ ફાઈલ કર્યો છે.  ક‌િરશ્મા અને સંજય હાલમાં છૂટાછેડાનો કેસ લડી રહ્યાં છે. કરિશ્મા કપૂરે તેનાં બે બાળકોની કસ્ટડી માટે પણ અરજી કરી હતી. હવે થોડા દિવસો પહેલાં ક‌િરશ્મા કપૂરે ખાર પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસુ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ કરી છે.

એક પોલીસ અધિકારીઅે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં કરિશ્મા તેનું નિવેદન અાપવા અને નોંધાવેલી એફઅાઈઅાર સંદર્ભે પોલીસ સ્ટેશન અાવી હતી. ક‌િરશ્માઅે અાક્ષેપ કર્યો છે કે થોડા સમય પહેલાં તેનાં સાસુ અને તેનો પતિ તેને માનસિક ત્રાસ અાપતાં હતાં.

ખાર પોલીસ સ્ટેશનમાં કરેલા દહેજ કેસ અંતર્ગત તેણે નિવેદન અાપ્યું છે કે સંજય કપૂર અને રાણી કપૂર તેને દહેજ માટે માનસિક ત્રાસ અાપતાં હતાં. ઉલ્લેખનીય છે કે બાંદ્રા ફે‌િમલી કોર્ટમાં તેનો છૂટાછેડાનો કેસ પેન્ડિંગ છે. થોડા સમય પહેલાં તેમણે મ્યુચ્યુઅલ કન્સેન્ટ પર છૂટાછેડાનો કેસ ફાઈલ કર્યો હતો, પરંતુ હવે કરિશ્મા કપૂરે દહેજની ફરિયાદ કરતાં કેસમાં નવો વળાંક અાવ્યો છે. હવે તેણે છૂટાછેડા માટેની નવી અરજી ફાઈલ કરી છે. હવે અા કેસ થોડો વધુ ગૂંચવણભર્યો બન્યો છે.

સંજય કપૂરે કરિશ્મા પર એવા અાક્ષેપ કર્યા હતા કે એક પત્ની, માતા અને પુત્રવધૂ તરીકે કરિશ્મા નિષ્ફળ ગઈ છે. તેણે માત્ર પૈસા માટે થઈને તેની સાથે લગ્ન કર્યાં હતાં. તેણે એવો પણ અાક્ષેપ કર્યો હતો કે તેણે પૈસા મેળવવા માટે બાળકોનો પણ ઉપયોગ કર્યો છે.

કરિશ્માના વકીલે પ્રત્યુત્તર અાપવા માટે થોડા દિવસનો સમય માગ્યો હતો. હવે વધુ સુનાવણી ૩ માર્ચે થશે. છેલ્લી સુનાવણી દરમિયાન કરિશ્માઅે પતિને બાળકોની કસ્ટડી અાપવાની વાતનો વિરોધ કર્યો હતો.  બાળકોની કસ્ટડી અંગેની સુનાવણી પણ ગુરુવારે થશે. સંજયના વકીલ અા જ કેસમાં અન્ય નિવેદન ફાઈલ કરી શકે છે. અન્ય એક નોટમાં સંજય કપૂરે કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાની અરજી પણ કરી છે, કારણ કે મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીથી તેને ખતરો છે.

You might also like