રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો

રાજકોટમાં વ્યાજખોરોનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ રાજકોટમાં જીવન ટૂંકાવ્યું છે. સતત બીજા દિવસે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.

વ્યાજખોરોના ભોગે એક યુવાને ઝેરી દવા પીને જીંદગી ટૂંકાવી દીધી છે. વ્યાજખોર કાન મૈયડ, લાલ ભરવાડ, પ્રવિણ ગઢવી, કાળુ શિયાળીયા 5થી લઈને 10 ટકા જેટલુ વ્યાજ વસુલતા હતા. આ વ્યાજખોરોએ યુવક પાસે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. અવાર નવાર યુવાનને ચેક રિટર્ન કરાવવાની ધમકી આપતા હતા જેના કારણે યુવાન માનસિક તણાવમાં આવી ગયો હતો.

જેના પગલે આજે ઝેરી દવા પીને યુવાને આપધાત કરી લીધો છે. તો આ મામલે રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં 5 જેટલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like