પબ્લિક રિવ્યૂ: બે હેપીની કન્ફ્યૂઝનમાં દર્શકો નિરાશ

ફિલ્મની સિનેમેટોગ્રાફી, ડાયરેક્શન અને કાસ્ટિંગ સુંદર છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ છે, જે તમને હસવા મજબૂર કરશે. ઓવરઓલ ફિલ્મ જોવાલાયક છે. ફિલ્મના મ્યુઝિકમાં કંઇ ખાસ દમ નથી. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ,
શ્વેતા બારોટ, બોડકદેવ

સ્ટોરીમાં બે-બે ‘હેપી’ છે, જેના કારણે ઘણી ધમાલ જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી શ્રેષ્ઠ છે. સોનાક્ષી સિન્હા, ડાયના, જિમી શેરગિલની એક્ટિંગ દમદાર છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.
અર્પિતા બારોટ, બોડકદેવ

સ્ટોરી એકદમ જબરદસ્ત છે. ફિલ્મમાં કેટલાક શાનદાર ડાયલોગ્સ છે તેમજ અનેક સીન તમને હસાવે પણ છે. ફિલ્મમાં દરેક કેરેક્ટરના જીવનને હજુ થોડી સારી રીતે બતાવ્યું હોત તો વધારે સારું રહેત. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ
ગોપી બ્રહ્મભટ્ટ, જજીસ બંગલો

સોનાક્ષીએ ફિલ્મમાં પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. ફર્સ્ટ હેપીમાં કન્ફ્યૂઝનમાંથી નેચરલ હાસ્ય આવતાં હતાં. અહીં લગભગ દરેક સીનને મારીમચડીને જોક્સ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ
કિંજલ મિસ્ત્રી, નરોડા

ડિરેક્ટર મુદસ્સર અઝીઝે સ્ટોરીને ખૂબ નબળી રીતે પડદે દર્શાવી છે તેમ છતાં પીયૂષ મિશ્રા અને જિમ્મી શેરગિલે સંભાળી લીધી છે. બંનેની એક્ટિંગ અને કોમેડી ખૂબ જ હસાવે છે. ફિલ્મમાં ઘણા પંચ ખૂબ જ સરસ છે. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ.
અર્પિતા પરમાર, ગાંધીનગર

આ ફિલ્મ યંગ જનરેશનને ખૂબ ગમશે. ફિલ્મમાં સરખા નામના કન્ફ્યૂઝનથી ખોટી હેપીનું અપહરણ થઈ જાય છે, પછી થોડાં નવાં પાત્રનાં ઉમેરણ થાય છે અને એમાંથી રમૂજ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ દર્શકોને હસાવવામાં નિષ્ફ્ળ ગઈ છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ.
આકાશ બ્રહ્મભટ્ટ, જજીસ બંગલો

You might also like