Movie Review : ‘હેપ્પી ભાગ જાયેગી’ની સિક્વલ છે ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’

વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ની સિક્વલ છે ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’. બંને ફિલ્મોના નિર્માતા આનંદ એલ. રાય, કૃષિકા લુલ્લા અને નિર્દેશક મુદસ્સર અઝીઝ છે. ફિલ્મના કલાકારોમાં થોડા ફેરફાર થયા છે.

અગાઉની ફિલ્મમાં અભિનેતા અભય દેઓલ હતો, જ્યારે આ ફિલ્મમાં પંજાબી ગાયક અને અભિનેતા જસ્સી ગિલ છે અને તેની સાથે અભિનેત્રી સોનાક્ષી સિંહા છે. બાકીના બધા કલાકારો એ જ છે કે જે અગાઉની ફિલ્મમાં હતા. ૧૯૫૮માં આવેલી ફિલ્મ ‘હાવડા બ્રિજ’ના લોકપ્રિય ગીત ‘મેરા નામ ચીન ચીન ચૂ…’ને પણ આ ફિલ્મમાં રિક્રિએટ કરાયું છે.

રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની કહાણી છે હરપ્રીત (હેપી કૌર)ની, જે લગ્નના મંડપમાંથી બે વાર ભાગી ચૂકી છે, પરંતુ આ વખતે હેપી ભાગી નથી. ચીનના એક એજન્ટ (બીજો થાંગજામ)એ તેનું અપહરણ કરી લીધું છે. જે હેપી (સોનાક્ષી સિંહા)નું અપહરણ કર્યું છે તે એ હેપી નથી, જેની તલાશ છે.

પંજાબનો ગેંગસ્ટર દમનસિંહ બગ્ગા (જિમી શેર‌િગલ) પણ પોતાના લગ્નના મંડપમાંથી ભાગેલી હેપી (ડાયના પેન્ટી)ને શોધવા આ વખતે ચીન જાય છે.  હેપી (સોનાક્ષી સિંહા) ચીની એજન્ટથી બચવા માટે કોઇ પણ રીતે તેની ચુંગાલમાંથી ભાગી નીકળે છે અને રસ્તામાં તેને ખુશવંતસિંહ (જસ્સી ગિલ) મળી જાય છે.

બંને વચ્ચે પ્રેમ થાય છે. બીજી તરફ દમનસિંહ બગ્ગાને પણ બીજી હેપી સાથે પ્રેમ થાય છે, છતાં પણ તે હેપી (ડાયના પેન્ટી)ને શોધી રહ્યો છે. આ ઉપરાંત ચીની એજન્ટ અને પાકિસ્તાની પોલીસ અધિકારી ઉસ્માન અફ્રિદી પણ હેપીને શોધી રહ્યા છે, પરંતુ એ હેપી ક્યાં છે, જેની બધાંને તલાશ છે. ક્યાંક તે હેપી ગુડ્ડુ (અલી ફઝલ) સાથે તો ફરાર થઇ નથી ને? ક્યાં છે અસલી હેપી? બધાં તેને શા માટે શોધે છે? •

divyesh

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

3 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

3 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

3 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

4 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

4 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

4 hours ago