Categories: Gujarat

આજે ફ્રેન્ડશિપ ડેઃ યંગસ્ટર્સમાં ભારે ઉત્સાહ

અમદાવાદ: મિત્રો સાથેની લાગણીનો સંબંધ અભિવ્યક્ત કરવાનો દિવસ ફ્રેન્ડશિપ ડે આજે યુવાઓ ઊજવશે. ઓગસ્ટ માસનો પહેલો રવિવાર ફ્રેન્ડ‌િશપ ડે તરીકે ઊજવાય છે. આ નિમિત્તે પોતાના મિત્રને ગિફ્ટ અને કાર્ડ આપી મિત્રો તેમનો પ્રેમ અભિવ્યક્ત કરશે.

વરસાદી માહોલમાં પણ યુવાઓ નિતનવી આઇટમ ખરીદવા તત્પર છે. ગિફ્ટ, કાર્ડ ઉપરાંત આ વર્ષે ચોક્લેટ આપવાનો ક્રેઝ વધ્યો છે. જુદી જુદી ફ્લેવરવાળી સ્પેશિયલ ફ્રેન્ડશિપ ચોકલેટ, બ્રાન્ડેડ ચોકલેટ ફ્રેન્ડને આપવા ચોકલેટની ખરીદીનો માહોલ બજારમાં છવાયો છે.

આ વર્ષે ફ્રેન્ડ‌િશપ ડેમાં ફ્રેઇથ, લવ, લાઇફ હાર્ટ સાથેના મેસેજવાળી ગિફટનો ક્રેઝ વધ્યો છે. દોઢસોથી વધુ ડિઝાઇનનાં કાર્ડ ઉપરાંત જ્વેલરી બ્રેસલેટ, વોચ, ફોટોફ્રેમ, કિચેન, ટેડી, સ્ક્રેપબુકની ખરીદી ધુમ મચાવી રહી છે. આ વર્ષે કેપ્શ્યૂલ સાથેની મેસેજ બોટલ સેન્ડ‌િવચ બોક્સ પણ આકર્ષણ જમાવી રહ્યાં છે. આ ઉપરાંપ પોપ અપ બોક્સ, લેધર બેસ્ટ, સિલિકોન બ્રેસલેટ તેમજ ચોકલેટમાં એસોટેડ, બેલી‌િઝયન, ફરેરો રોચર, વોચેલ, હર્ષિઝ, ફેન્ટસી ચોકો, કોકોનટ, રફેલો, પિનટ્સ, ચોકોડેટ, ટુ-ઇન-વન ચોક્લેટ હોટ ડિમાન્ડમાં છે.

ફ્રેન્ડ‌િશપ બેલ્ટ રૂ.૧૦થી ૧પ૦ની કિંમતના મળી રહ્યા છે, જ્યારે ચોકલેટ રૂ.પથી ૧ર૦૦, સોફટ ટોઇઝ રૂ.૧પ૦ થી પ૦૦, જ્વેલરી રૂ.૧૦૦થી ર૦૦, કાર્ડ-મગ રૂ.ર૦થી પ૦૦ અને ગિફટ બ્રેસલેટનો ભાવ રૂ.પ૦થી ૧૦૦૦ સુધીનો છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago