કિંગ ખાન ઉર્ફ અબ્દુલ રહેમાનનો આજે હેપ્પી બર્થ ડે, જાણો કેટલીક અજાણી વાતો

મુંબઇઃ  કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ઉર્ફ અબ્દુલ રહેમાનનો આજે જન્મ દિવસ છે. આજે શાહરૂખ 51 વર્ષનો થઇ ગયો છે. પોતાની મહેનત અને એક્ટિંગના દમ પર કિંગ ખાને બોલિવુડમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. એક સમયે ફૂટપાથ પૂર સુતો આ સ્ટાર આજે 600 કરોડથી વધારેની સંપત્તિનો માલિક છે. 50 રૂપિયાથી શરૂ કરેલી કમાણીની સફર આજે કરોડમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે ચાલો કિંગ ખાની કેટલીક એવી વાતો જાણીએ કે જે હજી સુધી ક્યાંય લખાઇ નથી.

સૌથી પહેલા વખત કરીએ શાહરૂખના નામની, તો શાહરૂખનું આ અસલ નામ નથી. શાહરૂખની નાનીએ તેનું નામ અબ્દુલ રહેમાન રાખ્યું હતું. જે તેના પિતાએ પાછળથી ફેરવીને શાહરૂખ કર્યું હતું. જોકે આ નામ ક્યાંય પણ રર્જિસ્ટાર નથી. તમને જાણીને નવાઇ લાગશે કે શાહરૂખને એક્ટિંગમાં આવવાનો રસ ન હતો. તે ઇન્ડિયન આર્મીમાં પોતાની કારર્કિદી બનાવવા માંગતા હતા. જેના માટે તેણે આર્મી સ્કૂલમાં એડમિશન પણ લીધુ હતું. પરંતુ તેની માતા અચ્છતી ન હતી કે તે આર્મીમાં જાય.

શાહરૂખ ખાનની અન્ય એક વાત એ પણ સામે આવી છે કે જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેની નાનીએ તેને દત્ત લીધો હતો. નાનીના ગુજરી ગયા પછી શાહરૂખ પોતાના માતા-પિતા પાસે રહેવા ગયો હતો. જ્યારે શાહરૂખ 15 વર્ષનો હતો, ત્યારે તેના પિતાનું નિધન થયું હતું. શરૂઆતના દિવસોમાં શહરૂખ સિનેમા ઘરની બહાર ટિકિટ વેચવાનું કામ કરતો હતો. શાહરૂખના ફેવરિટ એક્ટર દિલીપ કુમાર અને એક્ટ્રેસ મુમતાઝ હતા. એક્ટિંગ કરતી વખતે તે કાયમ દિલીપ કુમારની કોપી કરતા હતા. પરંતુ તેને હંમેશા એવું લાગતું કે તે એક્ટિંગ માટે નથી બન્યો.

1989માં ટીવી સિરિયલ ફોજીથી આ ઇન્ડસ્ટ્રિમાં તે આવ્યો. પોતાની માતાના નિધન બાદ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે તે દિલ્હીથી મુંબઇ આવ્યો હતો. શાહરૂખે એક જ દિવસમાં પાંચ ફિલ્મો સાઇન કરી હતી. શાહરૂખ એક એવો હિરો છે કે જેણે કારકિર્દીની શરૂઆતા વિલન તરીકે કરી હતી. બોલિવુડમાં આવ્યા પહેલા શાહરૂખ એક રેસ્ટોરેન્ટમાં કામ કરતો હતો. શાહરૂખ હોક્કી અને ફૂટબોલમાં ચેપ્પયન છે. પણ તેને ઘોડેસવારીથી ખૂબ જ ડર લાગે છે. ગોરી 14 અને શાહરૂખ 18 વર્ષનો હતો ત્યારે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

You might also like