Happy B’day રેખાઃ ના મળ્યો પતિનો પ્રેમ, ના મળ્યું પિતાનું નામ

હિન્દી ફિલ્મ સિનેમાની ખૂબસુરત અભિનેત્રી રેખા ગણેશનનો આજે જન્મદિવસ છે. રેખાનું જીવન હંમેશા રહસ્યોથી ભરેલું રહ્યું છે, પછી ભલે પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય. ઈન્ડસ્ટ્રીઝમાં એવું પણ કહેવાય છે કે, રેખાએ ઘણા લગ્નો કર્યા છે. જો કે હાલમાં પતિના મૃત્યુ પછી પણ રેખા પોતાના માંગમા સિંદૂર ભરે છે, જેને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉભા થાય છે.

Rekha-1

1966થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર રેખા ગજબની અને શાનદાર અભિનેત્રી છે, તેમાં કોઈ શંકા નથી. પોતાના 50 વર્ષના કેરિયરમાં રેખાએ 180 ફિલ્મોમાં કામ કર્યું છે. રેખાએ કેટલીય ફિલ્મોમાં પોતાનો અવાજ પણ આપ્યો છે.

 

 

Rekha-2

 

 

રેખા અંગત જીવનના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. તેણે બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક વર્ષ બાદ જ મુકેશે આત્મહત્યા કરી હતી. ઉપરાંત રેખાનું નામ વિનોદ મહેરા, અમિતાભ બચ્ચન, નવીન નિશ્ચલ, જીતેન્દ્ર, કિરણ કુમાર, શત્રુઘ્ન સિંહા અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે જોડાયું છે.

 

 

Rekha-3
રેખાએ વિનોદ મહેરા સાથે 19 વર્ષની ઉંમરે જ મંદિરમાં લગ્ન કરી લીધા હતા, પરંતુ વિનોદ મહેરાએ પહેલેથી જ લગ્ન કરી ચૂકેલા હતા. વિનોદ મહેરાની માતાએ રેખાનો સ્વીકાર કર્યો ન હતો. જો કે રેખાએ સિમી ગ્રેવાલના એક શૉમાં વિનોદ મહેરા સાથેના લગ્નને નકારી દીધા હતા.

 

Rekha-4

 

 

બિગ બી સાથે રેખાના અફેરની ચર્ચા તો ચારેબાજુ જાણીતી છે. જો કે અમિતાભ રેખા સાથેના પ્રેમને છોડી જયા બચ્ચનને પરણી ગયા હતા. જયા, રેખા અને અમિતાભની લવ ટ્રાયેંગલ અફેર પરથી જ ફિલ્મ ‘સિલસિલા’ બનાવવામાં આવી હતી.

 

 

Rekha-5

 

રેખાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. જો કે રેખાએ પૈસાની તંગીના કારણે સી ગ્રેડની ફિલ્મો પણ કરી છે. રેખાના કારણે કમલ હસન અને તેની પત્ની વાડી ગણપતિ વચ્ચે પણ ઝઘડા થયા હતા.

 

Rekha-6

 

 

રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. તે સાઉથ ઈન્ડિયન ફિલ્મોના અભિનેતા જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલીની પુત્રી છે. એવું કહેવાય છે કે રેખાના માતા પિતાના ક્યારેય લગ્ન થયા નથી. રેખાના પિતાએ રેખાને ક્યારેય પ્રેમ આપ્યો નથી. રેખા તેના પિતાને એટલી બધી નફરત કરતી હતી કે તે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગઈ ન હતી.

 

 

Rekha-7
રેખાને ફરવાનો શોખ છે, જેના કારણે તે એર હોસ્ટેસ બનવા માગતી હતી, પરંતુ બની શકી ન હતી. જો કે રેખાને હાલમાં પણ ઘણી એર હોસ્ટેસ સાથે મિત્રતા છે. એક સમયે રેખાએ નન બનવાનો પણ વિચાર કરી લીધો હતો. રેખાને મેકઅપનો પણ ખૂબ શોખ છે. તે એર હોસ્ટેસની સાથે વિદેશથી મેકઅપનો સામાન મંગાવતી હોય છે. રેખાને કાંજીવરમ સાડીનો પણ અનેરો શોખ છે, જેનાથી બધા જ પરિચીત છે.

 

 

Rekha-8ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ચાર દાયકાથી કામ કરી રહેલી રેખાની ઈચ્છા છે કે તેને એક વખત દિલીપ કુમાર સાથે કામ કરવા મળે, પરંતુ તે ઈચ્છા પૂરી થઈ શકી નથી. રેખાને ગાવાનો પણ શોખ છે. આર ડી બર્મનની વિનંતી પર તેણે બે ગીતો પણ ગાયા છે.

 

 

 

Rekha-9
રેખા એ એવરગ્રીન દીવા છે અને તે ખૂબ સ્ટાઈલિસ્ટ અને સુંદર અભિનેત્રી છે. રેખા પોતાના કપડાં અને લુક જાતે જ પસંદ કરે છે. રેખા હેમા માલિનીની ખાસ મિત્ર છે. હેમાના દરેક પ્રસંગમાં રેખા સ્પેશિયલ ગેસ્ટ હોય છે.

You might also like