સરહદ પાર પાકિસ્તાનથી આવ્યો હતો બલૂન: પર્રિકર

નવી દિલ્હી: રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આજે કહ્યું હતું કે રાજસ્થાનના જેસલમેરમાં ગઇકાલે દેખાયેલ બલૂન સરહદ પારથી આવ્યો હતો જે અંગે ખબર જાણ થતાં તોડી પાડવામાં આવ્યો હતો અને આ અંગે વિદેશ મંત્રાલયને વિસ્તારપૂર્વક રિપોર્ટ આપવામાં આવ્યો છે. મનોહર પર્રિકરે સંવાદદાતાઓની સાથે વાતચીતમાં કહ્યું હતું કે જેસલમેરમાં વાયુસેનાના લડાકૂ વિમાન દ્વારા તોડી પાડવા અંગે પૂછવામાં આવતાં કહ્યું કે વાયુ સેનાએ ગઇકાલે જેસલમેરમાં રડાર પર એક અજ્ઞાત વસ્તુ ઉડતી જોઇ હતી જેને જોતાં જ લડાકૂ વિમાને ઉડાન ભરી અને તેને તોડી પાડ્યો.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ બલૂન હતો અને તેનું તળીયું ચમકતું હતું. આ બલૂનમાં હીલિયમ ઉપરાંત બીજી કોઇ વસ્તુ કે સામગ્ર ન હતી. આ બલૂનનો વ્યાસ ત્રણ મીટરનો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાની વિદેશ મંત્રાલયને વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે જેથી આ મુદ્દાને પાકિસ્તાન સમક્ષ ઉઠાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ બલૂનને તોડી પાડવા માટે લડાકૂ વિમાને ઉડાણ ભરતાં જ સ્થાનિક લોકોમાં અફરા તફરી મચી ગઇ હતી.

You might also like