ખેલાડી થયો 49નો, ઉપરથી સખ્ત અંદરથી નરમ દિલ છે અક્ષય

728_90

મુંબઇઃ બોલિવુડનો જૈકી ચેન છે અક્ષય કુમાર, પોતાની ખેલાડી ઇમેજ અને માર્શલ આર્ટ દ્વારા અક્ષયે બોલિવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે તેનો 49માં જન્મ દિવસ છે. ત્યારે તે ગ્લેમરની દુનિયાથી પર સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. અક્ષયે બોલિવુડના સુપર સ્ટાર રાજેશ ખન્નાની પુત્રી ટ્વિકલ સાથે લગ્ન કર્યા છે. જેને એક પુત્ર આરવ અને પુત્રી નિતારા છે. તે પોતાના કામ સાથે પોતાની ફેમિલીને પણ એટલીજ પ્રાયોરીટી આપે છે. બિઝિ શિડ્યુલમાંથી તે પોતાની પત્ની ટ્વિકલ, પુત્ર આરવ અને પુત્રી નિતારા માટે શોપિંગ અને આઉટિંગ માટે ચોક્કસથી સમય નિકાળી લે છે.

અક્ષય અને ટવિકલના લગ્નને 16 વર્ષ થઇ ચૂક્યા છે. પરંતુ તે પોતાની પત્ની માટે હંમેશા સમય નિકાળી લે છે. પાર્ટી હોય કે કોઇ પણ ફંક્શન હોય બંને સાથે જ હોય છે. અક્ષય પિતાની ભૂમિકામાં પણ પરફેક્ટ છે. તે પોતાના પુત્ર આરવ સાથે દોસ્તની જેમ રહે છે. તે આરવ સાથે ફિલ્મ જોવા પણ જાય છે. અક્ષયને સ્પોટ્સ પસંદ છે અને તે આરવને પણ હંમેશા કોઇ પણ સ્પોટ્સ સાથે જોડાયેલા રહેવાની સલાહ આપે છે. અક્ષય કુમાર તેની 4 વર્ષની પુત્રી નિતારાથી ખૂબ જ અટેચ છે.

You might also like
728_90