આજે ખૂબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાયનો જન્મદિવસ…

આજે બોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો 44મો જન્મદિવસ છે. જો કે ઐશ્વર્યા રાય પોતાના જન્મ દિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરશે નહીં. ઐશ્વર્યા રાય દ્વારા જન્મ દિવસની ઉજવણી નહીં કરવા પાછળનું કારણ હાલમાં જ તેના પિતાજીનું નિધન છે. થોડા સમય અગાઉ જ  ઐશ્વર્યાના પિતાજીનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. ઐશ્વર્યા તેના પિતા સાથે ઘણી નજીક હતી. જેને લઇને ઐશ્વર્યા રાય બચ્ચને તેના 44માં જન્મદિવસની ઉજવણીને લઇને કોઇ ખાસ પ્લાન બનાવ્યો નથી. ઐશ્વર્યા રાય પોતાના પરિવાર તેમજ ખાસ અંગત મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરશે.

સૂત્રોને મળતી માહિતી મુજબ ઐશ્વર્યા રાયે આ વર્ષે કોઇ મોટી પાર્ટીનું આયોજન કર્યું નથી. જો કે ઐશ્વર્યા રાય પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માગતી નહોતી પણ તેની માતાએ જણાવ્યું કે જો તેના પિતાજી જીવીત હોત તો આ ખુશીના અવસરને જવા ન દેત. પિતાજીની ઇચ્છાઓને લઇને ઐશ્વર્યા રાયે પોતાના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ જેને કારણે તેના પિતાજીની આત્માને ખુશી થશે.

You might also like