હેપ્પી બર્થડે અમદાવાદ

આજે અમદાવાદનો 606મો જન્મ દિવસ છે. ત્યારે માણેકનાથ બાબાનાથ બાબાની 13મી પેઢીના મહંતશ્રી ચંદનનાથજી અને શહેરના મેયર ગૌતમ શાહે માણેક બુર્જ પર જઇને પૂજા કરી હતી. માણેક બુર્જ અમદાવાદનું મહત્વનું સ્થળ છે. વર્ષ 1411માં અહમદશાહ બાદશાહને ગુરૂ માણેકનાથજીએ શહેરના વિકાસ માટે મકાનોનો પાયો નાખવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ અને જેની આસપાસના વિસ્તારને માણેક બુર્જ તરીકે ઓળખ આપવામાં આવે છે.

એલિસ બ્રિજ પર આવેલી ઇટોની ઇમારત કે જે આપણો ઐતિહાસિક વારસો છે જે શહેરના વિકાસને આટલા વર્ષે પણ ખડેપગે ઉભી રહીને જોઇ રહી છે. ત્યારે વર્ષો પહેલા બાદશાહે સલામતી અને વિકાસને ધ્યાનમાં રાખીને જ તેનું નિર્માણ કર્યું હતું. એતો સૌ કોઇ જાણે છે કે વર્ષ 141માં અમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. ત્યારે અમદાવાદની સમૃદ્ધિ સાથે સ્વરૂપવાન દેવીને દંતકંથા પણ જોડાયેલી છે.

અમદાવાદની સમૃદ્ધિ મુસ્લિમ ચોકીદારના બલીદાનને કારણે યથાવત રહી શકી છે. પૌરાણિક ગ્રંથ મીરાતે અહેમદીમાં અમદાવાદની સ્થાપના ઇ.સ. 1411માં અહમદશાહ બાદશાહે 27 ફેબ્રુઆરીએ કરી હોવાનું જણાવાયું છે. જો કે બીજી તરફ જૈન કાળ મુજબ અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરીની કહેવાય છે. ઇ.સ.1100 આસપાસ અમદાવાદ આશાવલ નગર તરીકે ઓળખાતુ, અહીં આદીવાસીઓ વસવાટ કરતા હતા.

કહેવાય છે કે, ત્યારબાદ સિધ્ધરાજના પિતા કર્ણદેવે આશાવલ ભીલને હરાવીને કર્ણાવતીની સ્થાપના કરી. અમદાવાદનો ત્રણ દરવાજા વિસ્તાર હમેશા માણસોથી આ રીતે જ હર્યોભર્યો હોય છે. મોગલ કાળમાં બંધાયેલા અમદાવાદના આ ત્રણ દરવાજા તેના નકશીકામ માટે જાણીતા છે. જો તમે આ ત્રણ દરવાજા પાસેથી પસાર થતા હો તો તેના એક સ્તંભ પર શિલાલેખ લખેલો છે. શિલાલેખ દેવનાગરી લીપીમાં છે, એમાં જે લખાણ છે એ ખૂબ અગત્યનું છે. એ લખાણ દર્શાવે છે કે આ શહેર સદિઓ અગાઉથી જ ખૂબ પ્રોગ્રેસીવ રહ્યું છે.

1814માં લખાયેલો આ શિલાલેખ દીકરા અને દીકરીની સમાનતા માટેનો અધ્યાદેશ છે. ભૈવ્ય ઐતિહાસિક ઇમારતો, દરવાજાઓ અને કિલ્લાઓથી શરૂ થયેલી અમદાવાદ શહેરની સફર આજે મેગા સિટી બની ગઇ છે અને મેટ્રો સિટીની દોડમાં રેસ લગાવી રહ્યું છે.

You might also like