પંચકૂલામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, 22 વર્ષીય યુવતી પર 40 લોકોએ કર્યો ગેંગરેપ

પંચકૂલાઃ પંચકૂલામાં મોરની વિસ્તારમાં એક યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો કે જ્યાં એક યુવતીને બંધક બનાવીને 40 લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો. પીડિતાની ઉંમર 22 વર્ષ છે કે જે ચંદીગઢની નિવાસી છે. તેને જણાવ્યું કે, આરોપી તેને ગેસ્ટ હાઉસમાં નોકરી આપવાની લાલચ આપીને લાવ્યો હતો અને ત્યાં જ તેને બંધક બનાવી લેવામાં આવી અને તેની સાથે 40 લોકોએ તેની ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું ખરાબ કૃત્ય કર્યું.

પંચકૂલા ખરાબ કૃત્ય મામલે મહિલા પોલીસકર્મીઓ પર આફત, SITનું ગઠનઃ
પીડિતાએ જણાવ્યું કે, આરોપીએ તેને નોકરીની લાલચ આપી અને ગેસ્ટ હાઉસ લઇ જઇને તેને બંધક બનાવી લેવાઇ. તેની સાથે સતત 40 લોકોએ ગેંગરેપ કર્યો. આ દરમ્યાન યુવતીએ પોતાનાં પતિને ફોન કરવાની કોશિશ કરી પરંતુ ગેસ્ટ હાઉસનાં સંચાલકે તેની પાસેથી ફોન પણ છીનવી લીધો.

ચોથા દિવસે કોઇ પણ રીતે પીડિતા આરોપીઓનાં સકંજામાંથી છટકીને ફરાર થઇ ગઇ અને ફોન પર પતિને બધી જ જાણકારી આપી દીધી. ત્યાર બાદ તેને આધારે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી. પોલીસે મુખ્ય આરોપી અને તેની સાથે એક સાથીની પણ ધરપકડ કરી લીધી છે.

You might also like